આસારામને મેડિકલ રિપોર્ટમાં ક્લીનચિટ?: ટ્વિટર પર ટ્રેન્ડ

જોધપુર: સગીરાના યૌનશૌષણના વિવાદમાં ફસાયેલા આસારામના મેડિકલ રિપોર્ટમાં ક્લીનચિટ આવી હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આસારામ વિરુદ્ધ બળાત્કાર કે હુમલાનો કોઈ પુરાવો મળ્યો નથી, પરંતુ મીડિયામાં વહેતા થયેલા આ અહેવાલોને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન સાંપડતું નથી.

આ અહેવાલોના પગલે આસારામના ભક્તોએ તેમના જામીનની માગણી કરતાં ટ્વિટ શરૂ કરી દીધાં છે. આસારામના ભક્તોએ ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે અાસારામને જેલમાંથી બહાર લાવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ૭૫ વર્ષના આસારામની એક સગીરાના યૌનશોષણના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે.

આસારામે જામીન મેળવવા માટે અસંખ્યવાર અરજીઓ કરી હતી, પરંતુ અદાલતે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મામલાના મહત્ત્વના સાક્ષીઓની પૂછપરછ ચાલી રહી છે ત્યાં સુધી આસારામને જામીન આપવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ અનુસાર મેડિકલ રિપોર્ટમાં ક્લીનચિટ આવી હોવાનું જણાવાય છે, જોકે સત્તાવાર સમર્થન હજુ સુધી મળ્યું નથી.

મીડિયા રિપોર્ટના પગલા ટ્વિટર પર #BailForBapuji ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણના પ્રમુખ રાજ ઠાકરેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ધરપકડથી લઈને અત્યાર સુધીમાં આસારામ વિરુદ્ધ એક પણ આરોપ સાબિત થયો નથી. દેશના લાખો લોકોની દરકાર કરનાર વ્યક્તિને હવે સન્માનની જરૂર છે.

એક અન્ય ટ્વિટમાં ઠાકરેએ જણાવ્યું છે કે હું નરેન્દ્ર મોદીજીને બાપુજીના જામીન માટે અનુરોધ કરું છું. ત્યાર બાદ આસારામના ભક્તોએ ટ્વિસ્ટનો મારો ચલાવ્યો છે. ભક્ત દિનેશે ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, “નિર્દોષ આસારામ બાપુજીની ધરપકડ એક ઈરાદાપૂર્વકની સાજિશ છે. અમદાવાદના મહિલા મંડળે ટ્વિટર પર લખ્યું છે કે સંત આસારામ બાપુજી સંપૂર્ણપણે નિર્દોષ છે ત્યારે તો બાપુજીના સમર્થનમાં આટલો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

You might also like