અાસારામને જામીન અાપવા સુપ્રીમનો ઇનકાર

નવી દિલ્હી: યૌનશોષણ કેસમાં અાસારામને જામીન અાપવાનો સુપ્રીમ કોર્ટે અાજે ઇન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અાસારામની જામીનઅરજીનો વિરોધ કર્યો હતો.

અા કેસની વધુ સુનાવણી હવે દિવાળી બાદ હાથ ધરાશે. અાસારામ સામે કિશોરીઅે બળાત્કારની ફરિયાદ કર્યા બાદ ૨૦૧૩માં ધરપકડ કરાઈ હતી ત્યારથી અાસારામ જોધપુરની જેલમાં બંધ છે. અગાઉ લોઅર કોર્ટ અને હાઈકોર્ટે અાસારામની જામીનઅરજી ફગાવી હતી. દરમિયાનમાં અાજે સુપ્રીમ કોર્ટે અાસારામની જામીનઅરજીની સુનાવણીમાં ગુજરાત સરકારનો ઊધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે ધીમી સુનાવણીને લઈને સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે પીડિતાની પૂછપરછ હજુ સુધી કેમ કરવામાં અાવી નથી. ગુજરાત સરકારને સોંગદનામુ રજૂ કરવા પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

You might also like