દેશમાં સૌથી વધારે મારી પાસે સંપત્તિ છે: આસારામ

નવી દિલ્હી : આશ્રમમાં નાના બાળકો સાથેના યૌન શોષણના આરોપમાં ધરપકડ કરાયેલા આસારામ બાપુને જામીન ન મળવાથી ગુસ્સામાં છે. આસારામ બાપુ પાસે સંપત્તિ છે તે અંગે બધાને ખબર છે, પરંતું તે પોતે કહી રહ્યા છે કે દેશમાં સૌથી વધારે સંપત્તિ મારી પાસે છે.

બુધવારે જ્યારે જોધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે મિડીયાએ તેમને ઇન્કમ ટેક્ષ્સ ડિપાર્ટમેન્ટ દ્વારાકરવામાં આવેલી પૂછપરછ અંગે કેટલાક પ્રશ્નો પુછ્યા હતા. મિડીયાના આ સવાલથી આસારામ નારાજ થઇ ગયા હતા.

તેમણે સવાલ પછી મો પર આંગળી રાખીને પત્રકારોને ચૂપ રહેવાનો ઇશારો કર્યો હતો. જતાં જતાં તેમણે ગુસ્સામાં કહ્યું હતું કે હા મારી પાસે બહુ પૈસા છે, ખુબ સંપત્તિ છે. દેશમાં સૌથી વધારે સંપત્તિ છે. ઇન્કમ ટેક્સ વિભાગ ઇચ્છે તો તપાસ કરી શકે છે. આશ્રમમાં બાળક સાથેના રેપના આરોપમાં આસારામ જેલમાં બંધ છે.

You might also like