આસારામની પાર્ટીના ૧૫૦ ઉમેદવાર યુપીમાં ચૂંટણી લડશે

વારાણસીઃ સગીરા પર દુષ્કર્મના કેસના આરોપમાં જેલમાં રહેલા આસારામની પાર્ટીના 150 ઉમેદવાર યુપી વિધાનસભાની ચૂંટણી લડશે. જ્યારે નારાયણ સાઈ શિવપુર અને સાિહબાબાદ બેઠક પરથી લડશે.  ઓજસ્વી પાર્ટીના યુપીના મહાસચિવ સતીશચંદ્ર સિંહે જણાવ્યું કે પાર્ટી તરફથી 19 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આ‍વી છે. યુપીના સચિવ ધર્મેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે નારાયણ સાંઈઅે 2011માં ઓજસ્વી પાર્ટી બનાવી હતી. પરંતુ પહેલીવાર યુપી અને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર ઊભા રાખ‍વામાં આવ્યા છે.

ભારતીય ચૂંટણી પંચમાં માન્ય પાર્ટીના ઉમેદવારો માટે યુપીમાં ટેન્ટ અને પંજાબમાં વાંસળીનાં ચિહ્નને ફાળવવામાં આવ્યું છે. ત્યારે શિવપુર વિધાનસભા મત વિસ્તારમાં આસારામ અને નારાયણ સાંઈના ભકતોની સંખ્યા વધુ છે. આ વિસ્તારમાં ઘણાં વર્ષોથી આશ્રમ અને સ્કૂલ ચાલી રહ્યાં છે. 2013થી સુરતની લાજપોર જેલમાં રહેલા નારાયણ સાંઈએ ચૂંટણી લડવા કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે.
http://sambhaavnews.com/

You might also like