‘કે.ડી.ને ભગાડી અંડરગ્રાઉન્ડ કરી દે!’

અમદાવાદ: કહેવાય છે કે ગુરુ હોય તેવા જ તેના ચેલા પણ હોય છે. આસારામની પ્રેમલીલા અને કામલીલા તો સૌ કોઇ જાણે છે, જેના કારણે આજે તે જેલના સળિયા પાછળ બંધ છે. અાસારામના સાધકો પણ ગુરુના બતાવેલા રસ્તા ઉપર જ ચાલી રહ્યા હોય તેવું લાગે છે. પ્રેમલીલામાં આસારામના સાધકો પણ એટલા જ માહીર છે જેટલા તેમના ગુરુ છે. પોલીસ જ્યારે અાસારામના સાધક કાર્તિક અને કે.ડી.પટેલની ધરપકડ કરવા માટે ગઇ ત્યારે બન્ને સાધકોની પત્નીઓએ તેમની પ્રેમિકાઓને અા વાતની જાણકારી આપી દીધી હોવાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, જેથી આ વાત સ્પષ્ટ છે કે આસારામની જેમ તેમના સાધકો પણ પ્રેમલીલાના શોખીન હશે.

આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામેના બળાત્કાર કેસના મહત્વના ત્રણ સાક્ષીઓની ગોળી મારી હત્યા કરનાર અને ચાર લોકો પર ફાયરિંગ કરીને હત્યાની કોશિશ કરનારા નામના શાર્પ શૂટર કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરની એટીએસએ છત્તીસગઢ ખાતેના તેના ઘરેથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં તેણે રાજકોટ ખાતે અમૃત પ્રજાપતિ, હરિયાણામાં ક્રિપાલસિંહ અને આસારામના રસોઇયા અખિલ ગુપ્તાની મુઝઝફરનગર ખાતે પોતે જ ગોળી મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય રાજુ ચાંડક અને મહેન્દ્ર ચાવલા તથા લાલા ઠાકોર ઉપર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી છે.

લાલા ઠાકોર ઉપર ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્તિકની ધરપકડ કર્યા પછી એસઓજી ક્રાઇમે રાજુ ચાંડક પર થયેલા ફાયરિંગ કેસમાં કાર્તિકની ધરપકડ કરી છે. રાજુ ચાંડક પર ફાયરિંગમાં આસારામના પૂર્વ સાધક કે.ડી.પટેલે એક લાખ રૂપિયા આપ્યા હોવાની કબૂલાત એસઓજી સમક્ષ કાર્તિકે કરી છે. ચોંકાવનારી વાત એ છે કે પોલીસ જ્યારે કે.ડી.પટેલની ધરપકડ કરવા માટે ફાંફે ચઢી છે ત્યારે કે.ડી.પટેલની પત્નીએ પ્રેમિકા સાથે મળીને કે.ડી.પટેલને અંડરગ્રાઉન્ડ કરી દીધો હોવાના સમાચાર મળ્યા છે.

પોલીસ સૂત્રોનું માનીએ તો કે.ડી.પટેલને એક પ્રેમિકા છે જેની જાણકારી કે.ડી.પટેલની પત્નીને પણ છે. જ્યારે રાજુ ચાંડક પર ફાયરિંગ કેસના કે.ડી.પટેલની ધરપકડના સમાચાર વાયુ વેગે પ્રસર્યા ત્યારે કે.ડી.પટેલની પત્નીએ પ્રેમિકા સાથે મળીને તેને અંડરગ્રાઉન્ડ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકની ધરપકડ કરવા માટે એટીએસની ટીમ જ્યારે છત્તીસગઢ ગઇ ત્યારે કાર્તિકની પત્નીએ કાર્તિકની પ્રેમિકા જે દિલ્હીમાં રહે છે તેને ધરપકડના સમાચાર આપ્યા હતા.

ગુરુના રસ્તે ચેલાઅોઃ આસારામની જેમ તેના સાધકો પણ ‘પ્રેમલીલા’ના શોખીન
આસારામ પર દુષ્કર્મના કેસમાં આઠ આરોપી પૈકી એક આરોપી આસારામની પત્ની લક્ષ્મી (મૈયા) અને દીકરી ભારતી પણ છે આ મુદ્દે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. ચોંકાવનારી વાત છે કે આસારામની તેમની સાધિકાઓ સાથેની પ્રેમલીલા તેમની પત્ની પણ જાણતાં હતાં આ સિવાય તેમનો પુત્ર નારાયણ સાંઇ પણ પ્રેમલીલામાં ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં પકડાયેલા આસારામના સાધક અને શાર્પ શૂટર કાર્તિકની ધરપકડ વખતે પણ કાર્તિકની પત્નીએ દિલ્હીમાં કાર્તિકની પ્રેમિકાને કોલ કરીને ધરપકડની માહિતી આપી હતી ત્યારે હવે કે.ડી.પટેલને પણ તેની પ્રેમિકા અને પત્નીએ અંડરગ્રાઉન્ડ કરી દીધો છે.

આસારામ અને કાર્તિકની ડીલનો ‘મિડલમેન’ પ્રવીણ વકીલ
કાર્તિકની ધરપકડ બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે કે.ડી.પટેલ અને અર્જુન સિંધી તથા સંજુનું નામ સામે આવ્યું હતું ત્યારે હવે પ્રવીણ વકીલ નામની વ્યકિતનું નામ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આસારામ તેના દુશ્મનોને ખતમ કરવાનું કામ પ્રવીણ વકીલને આપતો હતો અને પછી પ્રવીણ વકીલ તે કામ કાર્તિકને આપતો હતો. આજે પોલીસ પ્રવીણ વકીલને શોધી રહી છે.

You might also like