આસારામે ૨૦ વકીલ રાખ્યા છે, જજ સાથે વાત કરી છેઃ જેઠમલાણી

નવી દિલ્હી: રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ અને જાણીતા વકીલ રામ જેઠમલાણીઅે જણાવ્યું કે આસારામ બાપુના કેસ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓ માત્ર સુનાવણી માટે જોધપુર ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે આસારામે લગભગ ૨૦ વકીલ રાખ્યા છે. તેમને કહેવામાં આવ્યું હતું કે કોર્ટમાં કંઈ ન કહેતાં જજ સાથે વાત થઈ ગઈ છે. ત્યાર બાદ તેઓ ફરી આ કેસ સાથે જોડાયા નથી. અને આસારામ આજ સુધી જેલમાં છે.

જેઠમલાણીઅે કાળાં નાણાંથી લઈને સમાન નાગરિક અધિકાર સહિતના વિવિધ મુદા પર તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પાંચ વર્ષની બાળકીઓ સાથે જાતીય સતામણી‌ની ઘટના અંગે જણાવ્યું કે આવું તો કોઈ જાનવર જ કરી શકે. દેશમાં વસતિની સરખામણીઅે સિક્યોરિટી વ્યવસ્થા નથી. જોકે કાયદા પંચ પણ કહે છે કે અમારે ૧૬ ગણા જજની જરૂર છે. પરંતુ સરકાર તેની પાછળ ખર્ચ કરવા માગતી નથી.

You might also like