ડિસ્ચાર્જ થતાં જ બાળકો ફૂટબોલ રમ્યાં ને કહ્યુંઃ ગુફામાંથી બચવું એક ચમત્કાર

ચિયાંગ રાઈઃ થાઈલેન્ડની પાણીથી ભરેલી એક ગુફામાં ૧૮ દિવસ સુધી ફસાઈ રહ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા વાઇલ્ડ બોઅર ફૂટબોલ ટીમનાં બાળકોને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ગઈ કાલે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ફૂટબોલ રમ્યા હતા.

તેમણે પહેલી વાર મીડિયા સાથે વાતચીત કરી અને સલામત રહેવાને એક ચમત્કાર ગણાવ્યો હતો. ગુફામાંથી બહાર કઢાયા બાદ બાળકોને ઉત્તર થાઇલેન્ડમાં ચિયાંગ રાઈ પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

થામ લુઆંગ ગુફામાં ૧૨ બાળકો પોતાના ફૂટબોલ કોચ સહિત ફસાઈ ગયાં હતાં. ડરામણી ગુફામાં મોત સામે લડીને બહાર આવેલાં બાળકોએ મીડિયા સાથે વાત કરતાં એ ડરામણા દિવસોને યાદ કર્યા હતા. ૧૪ વર્ષીય અદુલ સેમ ઓને કહ્યું, ”આ એક ચમત્કાર છે. અમારી પાસે આટલા દિવસ સુધી ખાવાનો કોઈ સામાન નહોતો. તરસ લાગે ત્યારે વરસાદનું પાણી પીવું પડતું હતું. ”

ટીમના સૌથી નાના સભ્ય ટાઇટને કહ્યું, ”હું શક્તિહીન થઈ ગયો હતો. કોશિશ કરી રહ્યો હતો કે ખોરાક અંગે કંઈ જ ન વિચારું, જેથી ભૂખ લાગે નહીં.” અન્ય એક ખેલાડીએ જણાવ્યું, ”હું તો બહુ જ ડરી ગયો હતો કે હવે હું ક્યારેય ઘેર નહીં પહોંચી શકું અને જો ઘેર પહોંચીશ તો મમ્મી મને બહુ જ ધમકાવશે.”

ઘેર પહોંચતાં ખુશીઓનાં આંસુથી સ્વાગત
ગુફામાં જિંદગી સામેનો જંગ લડીને હોસ્પિટલમાં પહોંચ્યા અને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ બાદ તેઓને પોતપોતાના ઘેર રવાના કરવામાં આવ્યા હતા. બાળકો જેવાં પોતપોતાના ઘેર પહોંચ્યાં ત્યારે પરિવારજનો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. માતાપિતાની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ઊઠ્યાં હતાં. આમ બાળકોનું સ્વાગત ખુશીઓનાં આંસુથી થયું હતું.

divyesh

Recent Posts

ક્રિકેટ વર્લ્ડકપ ટીમના પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી... મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે.…

1 hour ago

ચૂંટણી બાદ મિડકેપ શેરમાં તેજી આવશેઃ ઈક્વિટી કેપિટલ માર્કેટ એક્ટિવ બનશે

લોકસભા ચૂંટણી બાદ સ્થિર સરકાર મળવાની આશા છે અને જો આમ થશે તો નવા બુલ રનની શરૂઆત થશે. મને ખાસ…

2 hours ago

વધુ એક હત્યાઃ વટવાના યુવકને મોતને ઘાટ ઉતારી લાશ ફાટક પાસે ફેંકી દીધી

દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલો‌િડયામાં થયેલી…

3 hours ago

ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪…

3 hours ago

મોદી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, કાફલાની તપાસ કરવાની જરૂર હતી: કુરેશી

ઓડિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનારા આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે પૂર્વ ચૂંટણી કમિશનર…

3 hours ago

સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જાણીતાં છે. ગઇ કાલે વિદેશ પ્રધાને સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો…

4 hours ago