દેવું વધી જતાં પિતા-પુત્રએ વૃદ્ધની હત્યા કરી સોનાની લૂંટ ચલાવી

રાજકોટના પેલેસ રોડ પર જ્વેલર્સના શો-રૂમેથી અઢી કિલો સોનું લઇ ડિલિવરી માટે નીકળેલા પ્રૌઢ કર્મચારી પાસેથી સોનું લૂંટી તેની ક્રૂર હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. પ્રૌઢની લાશ શહેરની ભાગોળે નિર્જન સ્થળેથી મળી આવી હતી.

પોલીસે વધુ તપાસ કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે. દીવાનપરા પોલીસ ચોકીસામે આવેલ શ્રી જવેલર્સના માલિક પિતા-પુત્ર ભરત લાઠીગરા અને સુમિત લાઠીગરાની ધરપકડ કરી હતી. બન્ને આરોપી પાસેથી પોલીસે રૂ. પ૭,૭૮,૮૧૯નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બન્નેએ દાગીના આપવા આવતા સેલ્સમેનને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. દેવું વધી જતાં અષાઢી બીજે વધુ દાગીના હોવાથી આ દિવસે પ્લાન માટે નક્કી કર્યો હતો. લૂંટ પહેલા ભરત લાઠીગરા સેલ્સમેનને વિશ્વાસમાં લઇ ચા પીવા લઇ જાય છે તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. બાદમાં હત્યા કરી લૂંટ ચલાવી હતી.

You might also like