મોદી સરકારનાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનનું રાજીનામું, જેટલીએ કરી પુષ્ટિ

ન્યૂ દિલ્હીઃ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુબ્રમણ્યને નાણાં મંત્રાલયથી કાર્યકાળ ન વધારવા માટે કહ્યું કે જેને નાણાંમંત્રી અરૂણ જેટલીએ સ્વીકારી લીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુબ્રમણ્યન ઓક્ટોમ્બરમાં ફરીથી અમેરિકા જવા માંગે છે કેમ કે તેમનો સંપૂર્ણ અહીં જ રહે છે. તેઓનો કાર્યકાળ હવે ઓક્ટોમ્બરમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે.

અરૂણ જેટલીએ આપી જાણકારીઃ
અરૂણ જેટલીએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર લખવામાં આવેલ એક પોસ્ટમાં જાણકારી આપી છે કે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પારિવારિક બાધાઓને લઇને અમેરિકા પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે અને તેઓની પાસે હાલમાં સુબ્રમણ્યનની વાત સ્વિકાર્યા વગર અન્ય કોઇ વિકલ્પ પણ નથી.

ગયા વર્ષે કાર્યકાળમાં કરાયો હતો વધારોઃ
પીટરસન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સમાં સીનિયર ફેલો સુબ્રમણ્યનને ઓક્ટોબર 2014માં ચીફ ઇકોનોમિક એડવાઇઝર (CEA) બનાવવામાં આવ્યાં હતાં. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. તેઓને 16 ઓક્ટોબર, 2017નાં રોજ 1 વર્ષનું એક્સ્ટેન્શન પણ અપાયું હતું.

You might also like