અરવિંદ પનગઢિયા નવા RBI ગવર્નર બને તેવી શક્યતા

નવી દિલ્હી : આરબીઆઇનાં ગવર્નર પદ માટે નીતીપંચના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાનું નામ ફાઇનલ જણાવાઇ રહ્યું છે. ટીવી ચેનલનાં રિપોર્ટ અનુસાર આગામી 48 કલાકમાં પનગઢિયાનાં નામની ઔપચારિક જાહેરાત થઇ શકે છે. હાલનાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરે પુરો થઇ રહ્યો છે અને તેમણે આરબીઆઇ ગવર્નર પદનાં કાર્યકાળ વિસ્તાર માટે પહેલાથી જ મનાઇ કરી ચુક્યા છે.

રિપોર્ટસ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજની આફ્રિકન દેશોની મુલાકાત પરથી પરત ફર્યા બાદ નવા નામની જાહેરાત થઇ શકે છે.મોદી 7 જુલાઇથી ચાર આફ્રીકન દેશો મોજામ્બિક, કેન્યા, તંજાનિયા અને દક્ષિણ આફ્રીકાની મુલાકાત પર છે અને આજ એટલે કે 11 જુલાઇએ સ્વદેશ પરત ફરવાનાં છે. જો કે વડાપ્રધાન કાર્યાલયે આ અંગે કાંઇ પણ કહેવાની મનાઇ કરી દીધી છે પરંતુ કાર્યાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે 18 જુલાઇ પહેલા આરબીઆઇનાં નવા ગવર્નરનાં નામની જાહેરાત કરવામાં આવશે.

પનગઢિયાનાં કાર્યાલય દ્વારા પણ આ વાત પર કોઇ પણ પ્રકારની કોમેન્ટ કરવાની મનાઇ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડબેંક, આઇએમએફ, ડબલ્યુટીઓ, અને યુએનમાં કામ કરી ચુકેલા પનગઢિયાને નરેન્દ્ર મોદીની આર્થિક નીતીઓનાં સમર્થક માનવામાં આવી છે. અરવિંદ પનગઢિયા કોલંબિયા યૂનિવર્સિટીમાં પ્રોફેસર પણ રહી ચુક્યા છે. પનગઢિયાને 5 જાન્યુઆરી 2015એ દેશની પ્રથમ નીતી પંચનાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પનગઢિયા એશિયન ડેવલપમેન્ટ બેંકનાં ચીફ ઇકોનોમિસ્ટ રહી ચુક્યા છે.

You might also like