ભાજપના વલણ પર AAPના આકરા સવાલ

728_90

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટેનો રસ્તો સ્પષ્ટ થઇ ચુક્યો છે. ત્યારે ભાજપ પર વિપક્ષી દળો દ્વારા હૂમલાઓ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા લેટર બોમ્બ દ્વારા હૂમલો કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં રહેલા મંત્રી કપિલ મિશ્રાએ ભાજપને ઇશારા ઇશારામાં સત્તા લોભી જણાવતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચાર સવાલનો લેટર બોમ્બ ફોડ્યો છે. પત્રમાં પર્યટન મંત્રી કપિલ મિશ્રાએ અમિત શાહને ચાર તીખા સવાલ પુછીને સવાલોનાં ઘેરામાં લીધા છે.

પત્રમાં તમે સરકારનાં મંત્રી કપિલ મિશ્રાએ લખ્યું છે કે એવું તો આખા દેશને જોવા મળી રહ્યું છે કે દેશનાં અલગ અલગ રાજ્યોમાં સત્તા મેળવવા માટેની આંધળી દોટમાં હવે ભાજપ પણ જોડાઇ ગયું છે. જ્યાં નિયમ, કાયદો અને મર્યાદાની કોઇને પડી જ નથી. અથવા તો આવા શબ્દો માટે કોઇ સ્થાન જ નથી. મિશ્રાએ ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું કે થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ રૂબૈયા સઇદની બહેન મહેબુબા મુફ્તી મળવા માટે આવ્યા હતા. ચર્ચા છે કે મુફ્તીને જમ્મુ – કાશ્મીરનાં નવા મુખ્યમંત્રી બનાવાઇ રહ્યા છે. પત્રમાં રુબૈયા સઇદનું નામ મિશ્રાએ ખાસ કારણથી જ લખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ 1989માં મુફ્તી મોહમ્મદ સદઇની પુત્રી રૂબૈયા સઇદનું અપહરણ કર્યું હતું. રૂબૈયાના બદલામાં આતંકવાદીઓએ પોતાનાં પાંચ સાથીઓને મુક્ત કરી દીધા હતા. તે સમયે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર હતી અને તે અંગે સરકારમાં મુફ્તી મોહમ્મદ સઇદ ગૃહમંત્રી હતા.

કપિલ મિશ્લાએ પત્રમાં કહ્યું છે કે એક સામાન્ય હિન્દુસ્તાની હોવાનાં કારણે મને લાગે છે કે ભાજપ તથા આરએસએસ જે આ સમજુતી કરી રહ્યા છે તેની ખુબ જ મોટી કિંમત દેશને આગામી સમયમાં ચુકવવી પડશે. તેમણે પત્રમાં આગળ લખ્યું કે જ્યારે વાત જમ્મુ કાશ્મીરની હોય તો રાજનીતિક સ્વાર્થ સિદ્ધીની પહેલા એકવાર દેશનું સારૂ ખરાબ વિચારવું જરૂરી હોય છે.

અમિત મિશ્રાનાં સવાલ
1. શું મહેબુબા મુફ્તી ભારત માતા કી જય બોલવામાં માને છે. જો તે તેવું નથી બોલતી તો શું ભાજપ તેમની સાથે સરકાર બનાવશે.
2. શું મહેબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરની ખુર્શી પર બેઠતા પહેલા આખા દેશની સામે અફઝલ ગુરૂ આતંકવાદી હતો. અફઝલ ગુરૂ મુર્દાબાદનાં નારા લગાવશે. જો નહી તો શું મજબુરી છે. જો તમે તેની સાથે સરકાર બનાવવા માટે બેચેન કેમ છો.
3. મહેબુબા મુફ્તીનાં દબાણમાં પાકિસ્તાન દિવસનાં પ્રસંગે ભારત સરકારની તરફથી કેન્દ્રીય મંત્રીને પાકિસ્તાન મોકલવામાં શું દે્શની શાખને દુનિયાની સામે નબળી પડવા દેવી જોઇએ.
4. પઠાણકોટનાં હૂમલાની તપાસ માટે પાકિસ્તાનની તપાસ ટીમને અનુમતી આપવામાં આવી છે. આખી દુનિયા પરેશાન છે કે શું ભારત હવે તે નથી માનતું કે પાકિસ્તાનની સેના અને સરકાર મળીને આતંકવાદીઓને પ્રશિક્ષણ તથા હથિયાર આપે એછે. ની વિરુદ્ધ દેશની વર્ષોની લડાઇને તમે એક ઝટકામાં નબળું પાડી દીધું છે. શું તેના માટે પણ મહેબુબાનું દબાણ જવાબદાર છે ?

You might also like
728_90