અરવિંદ કેજરીવાલ હશે પંજાબમાં મુખ્યમંત્રીના ઉમેદવાર: મનીષ સિસોદીયા

નવી દિલ્હી: પંજાબમાં આગામી ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પોતાની મોટી ગેમ રમી લીધી છે. મનીષ સિસોદીયાએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબમાં સીએમ ઉમેદવાર હશે. રિપોર્ટસ્ પ્રમાણે મનીશ સિસોદીયાએ મોહાલીની રેલીમાં આ દાવો કર્યો છે.

જો કે મનીષ સિસોદીયાએ શબ્દોની રમત કરતાં આ વાત કહી છે. મનીષ સિસોદીયાએ રેલીમાં ભાષણ દરમિયાન કહ્યું, ‘તમે એવું માનીને ચાલો કે પંજાબ મુખ્યમંત્રી તો કેજરીવાલ જ બનવાના છે.’ આગળ સિસોદીયાએ કહ્યું કે જે પણ મુખ્યમંત્રી બને પણ કેજરીવાલની જવાબદારી હશે કે જે વચનો કરવામાં આવે છે એને પૂરા કરાવે.


મનીષ સિસોદીયાએ રેલીમાં કહ્યું, ‘એ સમજીને વોટ આપો કે તમે અરવિંદ કેજરીવાલને વોટ આપી રહ્યા છો. તમારો વોટ કેજરીવાલના નામે છે.’ મનીષ સિસોદીયાના આ નિવેદન પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આપ પંજાબ ચૂંટણી કેજરીવાલે આગળ કરીને લડી રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું મનીષ સિસોદીયાના આ નિવેદનને એક હિન્ટની જેમ લેવામાં આવે? જો કે સિસોદીયાએ ખૂબ જ ચતુરાઇથી લોકોની સામે બે વિકલ્પ મૂકી દીધા છે.

You might also like