જેટલી અમને ડરાવવાનાં બદલે તપાસમાં સહયોગ કરે : કેજરીવાલ

નવી દિલ્હી : DDCAમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે હાલ રાજનીતિ ચાલી રહી છે. સોમવારે જેટલી દ્વારા કેજરીવાલ વિરુદ્ધ માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે જેટલી અમને ડરાવવાનાં પ્રયાસો કરવાનાં બદલે તપાસમાં પુરતો સહયોગ આપે. કોર્ટમાં કેસ કરીને જેટલી અમને ડરાવવાનાં પ્રયાસો ન કરે. ભ્રષ્ટાચારની વિરુદ્ધની અમારી લડાઇ ચાલુ છે અને રહેશે.
અત્રે નોંધનીય છે કે નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસ, રાધવ ચડ્ડા, સંજય સિંહ અને દિપક વાજપેયીની વિરુદ્ધ માનહાનીનો દિવાની દાવો દાખલ કર્યો હતો. નાણામંત્રીએ પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કરાવવાની સાથે જ તમામ છ લોકોની વિરુદ્ધ આઇપીસીની કલમ 500 હેઠળ અભિયોગ ચલાવવાની અરજી આપવાની સાથે જ 10 કરોડ રૂપિયાની પણ માંગ કરી છે.

You might also like