પંજાબના સુવર્ણ મંદિરમાં અરવિંદ કેજરીવાલે માંગી માફી, લંગર હોલમાં ઘોયા વાસણ

અમૃતસર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સવારે અમૃતસરમાં બાબા સાહેબના દરબારમાં જઇને ભૂલથી થયેલી ભૂલો પર પ્રાયશ્વિત કર્યો અને માફી માંગી. સીએમ કેજરીવાલે મંદિરમાં દોઢ કલાક સમય નિકાળ્યો. તેમણે ગુરુદ્વરામાં અરદાસ કરી.

અરવિંદ કેજરીવાલે એક કલાક સુધી સેવા કરી. તેમણે 30 મિનીટ સુધી લંગર હોલમાં વાસણ ઘોયા. મંદિરની પરિક્રમા કરી અને કીર્તન સાંભળ્યા. કેજરીવાલે કહ્યું કે ભૂલથી થયેલી ભૂલો માટે અમે માફી માંગી , ત્યારબાદ અમને માનસિક શાંતિ મળી.

કેજરીવાલની સાથે આશિષ ખેતાન પણ મોજૂદ હતા. તેમણે પણ ગુરુદ્વારામાં સેવા કરી. તમને જણાવી દઇએ કે આમ આદમીના પ્રમાણે આશિષ ખેતાને ભૂલથી પાર્ટીના યૂથ મેનિફેસ્ટોની તુલના ગુરુ ગ્રંથ સાહેબ સાથે કરી દીધી હતી. ગુરુગ્રંથ સાહેબને લઇને ખેતાનના નિવેદનથી શીખ સમુદાયના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ માટે તેઓ પહેલાથી માફી માંગી ચૂક્યા છે.

સીએમ કેજરીવાલે તેમની આ અમતસરની સફરને રરાજનિતીથી દૂર રાખવા માટે પ્રયત્ન કર્યો છે. આ કારણથી તેમણે કોઇ પણ રાજનીતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વાત કરી નથી. આ કારણથી કોઇ પાર્ટી, મિટીંગ અથવા મીડિયા બ્રીફ્રિંગ રાખવામાં આવ્યું નથી. પંજાબમાં જલ્દીથી વિધાનસભાની ચૂંટમી યોજાનાર છે. કેજરીવાલની પાર્ટી અહીં દરેક સીટો પરથી ચૂંટણી લડનારી છે.

You might also like