ભાજપે પહેલાં જ માલ ઠેકાણે પાડ્યોઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટબંધીને લઈને આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને પીએમ મોદી પર સખત હુમલો કર્યો છે. ભાજપ પર સીધું નિશાન તાકતાં કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપના લોકોએ નોટબંધ થતાં પહેલાં જ પોતાના રૂપિયા ઠેકાણે લગાવી દીધા છે. તેમનો આક્ષેપ છે કે નોટબંધી પાછળ એક મોટું કૌભાંડ છે. છેલ્લા બે દિવસથી દેશમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના નામ પર એક મોટો ગોટાળો થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન કેજરીવાલે દાવો કર્યો છે કે સરકારે પોતાના દોસ્તોના રૂપિયા ઠેકાણે લગાવી દીધા. હવે સામાન્ય વ્યક્તિઓને તંગ કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે ભાજપવાળાઓને પહેલી જ નોટ બંધ થવાની જાણ હતી તેથી તેમણે ટ્વિટર પર ૬ તારીખે ૨૦૦૦ની નોટની તસવીર બતાવી દીધી હતી.

You might also like