સુરતમાં કેજરીવાલે હાર્દિકને ગણાવ્યો સાચો દેશભક્ત : 20ની અટકાયત

સુરત : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ નોંધાઇ રહ્યો છે. દરમિયાન સુરતમાં યોગી ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સભા સંબોધતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ હાર્દિકનાં વખાણ કરતા તેને સાચો દેશભક્ત ગણાવ્યો હતો.

પાટીદારો દ્વારા કેજરીવાલનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ દ્વારા તાત્કાલીક 20થી વધારે પાટીદારોની અટકાયત કરવામાં આવી હતી. કેજરીવાલે સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં અમિત શાહની ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં પોતાનાં ઠેર ઠેર વિરોધ પાછળ અમિત શાહનો જ હાથ હોવાનું બહાર આવ્યું હતું.

કેજરીવાલે જણાવ્યું કે હાર્દિક મોટો દેશભક્ત ગણાવ્યો હતો. બીજી તરફ તેઓએ સભાનું સંબોધન જય સરદારનાં નારા સાથે કરી હતી. જ્યારે સભામાં પાટીદારો દ્વારા કેજરીવાલ પાકિસ્તાન જાઓનાં નારાઓ લગાવવામાં આવ્યા હતા. કેજરીવાલનો કાળા વાવટા સાથે વિરોધ કરાયો હતો. જો કે પોલીસે તુરંત કાર્યવાહી કરતા 20 પાટીદારોની અટકાયત કરી હતી.

You might also like