ઉપરાજ્યપાલની ઓફિસમાં કેજરીવાલનાં ધરણાં યથાવત્

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ તેમની ત્રણ માગણી સાથે ૩૮ કલાકથી પણ વધુ સમયથી ઉપરાજ્યપાલ અનીલ બૈજલની ઓફિસ સામે ધરણાં પર બેઠા છે ત્યારે આજે આપના કાર્યકરો રોડ પર ઊતરી આવી દેખાવો કરશે.આ ધરણાંમાં કેજરીવાલ સાથે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ સામેલ છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે ઉપરાજ્યપાલે તેમની તમામ માગણી ફગાવી દીધી છે.

દરમિયાન કેરીવાલે એક ટવિટમાં જણાવ્યું હતું કે ઉપાધ્યક્ષની કચેરીમાં અમારી બીજી રાત છે. અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે અમને દિલ્હીવાસીઓ પ્રત્યે પ્રેમ છે. અને અમે તેમની કદર કરીએ છીએ. અમને દુઃખ છે કે તેમનાં કામો અટકી પડ્યાં છે. તેથી અમે ઈચ્છીએ છીએ કે આવા અટકી ગયેલાં કામ આગળ વધે. અને તેથી અમારી તમને રજૂઆત છે કે તમે અમારી માગણી સ્વીકારી દિલ્હીવાસીઓને થતા અન્યાયને દૂર કરો.

કેજરીવાલે ઉપરાજ્યપાલ સમક્ષ આ મુજબ માગણીઓ કરી હતી કે દિલ્હીમાં હડતાળ પર ગયેલા આઈએએસના અધિકારીઓને કામ પર પરત ફરવા આદેશ આપવામાં આ‍વે તેમજ ચાર મહિનાથી જે અધિકારીઓએ કામ અટકાવ્યાં છે તેમની સામે પગલાં લેવામાં આ‍વે અને રેશનની ઘરે-ઘરે ડિલિવરીનીની સ્કીમને મંજૂરી આપવામાં આ‍વે.

You might also like