કેજરીવાલની ગુજરાત મુલાકાત રદ

અમદાવાદ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે બપોર બાદ ગુજરાતની બે દિવસની મુલાકાતે અાવવાના હતા. જોકે છેલ્લી ઘડીઅે કેજરીવાલની મુલાકાત રદ કરી દેવાઈ છે. મુલાકાત રદ કરવા પાછળ તેમના દિલ્હીના કાર્યક્રમો હોવાનું જણાવાયું છે.

અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ કેજરીવાલ અાજે બપોરે ૨.૩૦ કલાકે હવાઈ માર્ગે અમદાવાદ અાવી મહુવા જવાના હતા. મહુવામાં તેઅો પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરિયાના સદ્ભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજરી અાપવા જવાના હતા. જો કે અાપના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ મોડી સાંજે અથવા રાત્રે ગુજરાત અાવે તેવી પણ શક્યતા છે.

You might also like