મજિઠિયા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલના આગોતરા જામીન મંજૂર

અમૃતસરઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને અમૃતસરની કોર્ટે પંજાબના કેબિનેટ પ્રધાન વિક્રમ મજીઠિયાની બદનક્ષી કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિક્રમ મજીઠિયા બદનક્ષી કેસમાં આજે કોર્ટમાં હાજર રહેવા અમૃતસર પહોંચી ગયા હતા. આ કેસને ધ્યાનમાં રાખીને અમૃતસરના કેટલાય વિસ્તારોમાં તકેદારીના પગલા રૂપે કલમ-૧૪૪ લાગુ પાડવામાં આવી હતી.

કેજરીવાલે મજીઠિયા પર ડ્રગ્સ રેકેટમાં સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલના આક્ષેપ સામે મજીઠિયાએ તેમની સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. અરવિંદ કેજરીવાલ આજે સવારે ૯.૩૦ કલાકે સરકીટ હાઉસથી એક કાફલાના સ્વરૂપમાં અમૃતસર કોર્ટ સંકૂલમાં પહોંચી ગયા હતા. અરવિંદ કેજરીવાલ ગઈ કાલે સાંજે જ અમૃતસર આવી ગયા હતા. સરકીટ હાઉસની બહાર મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકરો એકત્ર થયા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું મજીઠિયાને એક વાર નહીં પણ હજાર વખત ડ્રગ્સ સ્મગર કહીશ. અદાલતમાં આ કેસની સુનાવણી બાદ અરવિંદ કેજરીવાલને હાલ આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

You might also like