મજેઠિયા બાદ કેજરીવાલે નિતિન ગડકરી અને સિબ્બલની માગી માફી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી દળના નેતાની માફી માગતા આમ આદમી પાર્ટીના પંજાબ એકમમાં ધમાસણ જોવા મળ્યું હતું. આ ધમાસાણ હજુ રોકાયુ ન હતું ત્યાં તો કેજરીવાલે બીજા થોડા નેતાઓની માગી હતી.

આમ કેજરીવાલે હવે તે નેતાઓની માફી માગવાનું શરૂ કરી દીધું છે જેને પોતાના ભાષણ અને નિવેદનમાં આરોપ લગાવ્યો હતો અને તે નેતાઓએ કેજરીવાલ વિરુધ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

આ જ અનુસંધાનમાં કેજરીવાલે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની માફી માગી છે. આ ઉપરાંત કેજરીવાલે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને તેના દિકરા અમિત સિબ્બલની પણ માફી માગી લીધી છે. અરવિંદ કેજરીવાલે ભાજપના નેતા નીતિન ગડકરીને 16 માર્ચે પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે આપણે બંને અલગ-અલગ પક્ષના નેતા છીએ.

You might also like