અરુણાચલ પ્રદેશ વિધાનસભા સીલ, રાજ્યપાલે વિશેષ સત્ર બોલાવ્યું

અરૂણાચલ પ્રદેશમાં મોટી રાજકીય કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યાંની સત્તાધારી કોંગ્રેસની સરકાર અને ભાજપ વચ્ચે રાજકીય જંગ ચરમ સીમાએ પહોંચી ગયો છે. જેના હેઠળ આજે પ્રદેશની વિધાનસભાને સીલ કરી દેવામાં આવ્યું છે. ભાજપના 11 વિધાયકોએ રાજ્યપાલ જ્યોતિ પ્રસાદ સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જેના કારણે રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરુ બન્યું છે. અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસના ઘણા વિધાયકો ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ અગાઉ રાજ્યપાલે એક મહીના અગાઉ જ શિયાળુ સત્ર બોલાવી લીધુ હતું. રાજ્યપાલે વિધાનસભાના સ્પીકરને દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. કોંગ્રેસના રાજ્યપાલ પર આરોપ છે કે તે કેન્દ્ર સરકારના ઇશારે આમ કરી રહ્યાં છે.

You might also like