ખુલ્લેઆમ ગૌહત્યાથી અરુણાચલમાં રાષ્ટ્રપતિશાસન લગાવવું પડ્યું

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરતી વખતે રાજ્યપાલ જે.પી. રાજખોવાઅે રાજ્યમાં થતી ખુલ્લેઆમ ગૌહત્યાના કારણે સમગ્ર રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ હોવાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં બંધારણીય વ્યવસ્થાતંત્ર ખતમ થઈ ગયા બાદ રાજ્યપાલના દાવા સાથે તેમણે રાજભવન બહાર ગૌહત્યાના ફોટો પણ લગાવ્યા કે જેથી આપાતકાલિન સ્થિતિને યોગ્ય રીતે રજૂ કરી શકાય. આ ખુલાસો સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે રાજ્યપાલના કાઉન્સિલ સત્યપાલ જૈન તરફથી તે સમયે કરવામા આવ્યો જ્યારે કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્યપાલને રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કારણ અંગે પૂછતા તમામ જરૂરી દસ્તાવેજો આપવા જણાવ્યું હતું.

ન્યાયાધીશ જે.અેસ. કેહરની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે જણાવ્યુ હતું કે આ કેસ ખૂબ જ ગંભીર હોવાથી રાજ્યપાલ તરફથી રાષ્ટ્રપતિને મોકલાવેલા તમામ અહેવાલ રજૂ કરે. કોર્ટે અેમ પણ જણાવ્યુ કે રાષ્ટ્રપતિ શાસનને લઈને અનેક રિપોર્ટ રાજ્યપાલ તરફથી ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા પરંત‌ુ તેમણે આ રિપોર્ટ કોંગ્રેસ અને તેના નેતાઓ કે જે આ કેસના અરજદાર છે. તેને મોકલાવ્યો ન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં ગત ૧૬ ડિસેમ્બરથી રાજકીય સંકટ જોવા મળે છે. જેમાં કોંગ્રેસના ૨૧ બળવાખોરોઅે વિધાનસભાના અધ્યક્ષ નબામ રેબિયાના મહાભિયોગ માટે અસ્થાયી રીતેે ભાજપના ૧૧ અને બે અપક્ષના ધારાસભ્યો સાથે હાથ મિલાવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે આ પગલાને ગેરકાયદે અને ગેર બંધારણીય ગણાવ્યું હતું.

You might also like