અરૂણાચલના પૂર્વ સીએમ કલિખો પુલે કરી આત્મહત્યા

ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલનો મૃતદેહ ઘરમાં પંખે લટકેલી હાલમાં મળી આવ્યો છે. 47 વર્ષના કલિખો પુલે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. કલિખો પુલે રાત્રે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે સમયે તેમની પત્ની ઘરમાં જ બીજા રૂમમાં હતી. તેઓ મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ પોતાના પાંચ સંતાનો સાથે સીએમના બંગ્લામાં જ રહેતા હતા. યુવા કલિખો ચાલુ વર્ષે 19 ફેબ્રુઆરીથી 13 જુલાઇ સુધી અરૂણાચલના મુખ્યમંત્રી હતા. પરંતુ અરૂણાચલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમણે પદ છોડવું પડ્યું હતું. બીજેપીના સમર્થનથી તેઓ રાજ્યના સીએમ બન્યા હતા. તેઓ થોડા સમયથી ડિપ્રેશનમાં હતા. સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઇ કરી રહી છે.

કલિખો પુલ વર્ષ 1995 પછી લગભગ પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. પાંચ બાળકોના પિતા પુલ કમાન મિશ્મી સાથે સંબંધ ધરાવે છે. આ સમુદાયની કુલ વસ્તી 2500 છે. પુલ અનેક વખત મંત્રી પણ રહીં ચૂક્યા છે. અનજાવ જિલ્લાના કલીખો પુલે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનવા પહેલા ખૂબ લાંબી રાજકીય સફર ખેડી હતી. 20 જુલાઈ 1969ના રોજ જન્મેલા કલીખો પુલએ ઈન્દિરા ગાંધી ગવર્નમેન્ટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન હ્યુમીનીટીઝમાં કર્યું હતું. 1995થી રાજકિય ક્ષેત્રે સક્રિય થયા હતા.  હયુલીયાંગ વિધાનસભા સીટ પરથી ચૂંટાયા બાદ મુકુટ મીઠીની સરકારમાં તેમને રાજ્યકક્ષાના નાણા મંત્રીની ફરજ બજાવી હતી. રાજ્યના સૌથી લાંબા સમયના નાણામંત્રી હોવાનું સન્માન કુલિખોને મળેલ છે.  તેમણે ગેગોંગ અપોન્ગ, મુકુત મીઠી અને દોરજી ખાંડુ (વર્તમાન મુખ્યપ્રધાન પેમા ખાંડુના પિતા) આમ ત્રણ મુખ્યમંત્રીઓની સરકારમાં નાણા મંત્રી તરીકે સેવા આપી છે.

You might also like