અરુણાચલમાં નવુ રાજકીય સંકટ, મુખ્યપ્રધાન સહિત 7ને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

અરુણાચલ પ્રદેશમાં નવુ રાજકીય સંકટ ઉભુ થયુ છે. રાજ્યના મુખ્યપ્રધાન પેમા ખાંડૂ સહિત 7 લોકોને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. પીપૂલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)એ મુખ્યપ્રધાન પેમા ખાંડૂ, ડેપ્યૂટી મુખ્યપ્રધાન ચોવના મેન અને 5 ધારાસભ્યોને પક્ષના સભ્ય પદેથી અચોક્કસ સમય સુધી બરતરફ કર્યા છે. પક્ષે જે પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે તેઓ નામ આ પ્રમાણે છે. જેમ્બી ટાશી (લુમલા), પાસાંગ દોરજી સોના (મેચુકા), ચોવ તેવા મેન(ચોખમ), જિંગૂન નામચોમ (નામસાઇ) અને કામલુંગ મોસાંગ (મિયાઓ) છે.

પીપીએ પક્ષના અધ્યક્ષ કાહફા બેંગિયાએ એક આદેશ આપતાં જણાવ્યું હતું કે પક્ષના સંવિધાન અને 20 ડિસેમ્બરે યોજાયેલ કાર્યકારિણી બેઠકમાં પસાર કરાયેલા પ્રસ્તાવ મુજબ ધારાસભ્યોને અચોક્કસ સમય સુધી પ્રાથમિક સભ્યપદેથી તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર સસ્પેન્ડ કરાયે ખાંડૂ હવે પીપીએ વિધાયક દળના નેતા રહ્યા નથી. તેમણે પક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને નિર્દેશ કર્યો છે કે હવે ખાંડૂ દ્વારા બોલાવામાં આવેલ કોઇપણ બેઠકમા શામેલ ન થાય અને આ નિર્ણયનો અમલ નહી કરનાર સભ્ય સામે પક્ષના અનુશાસન પર અમલ નહી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like