અરુણ શૌરીએ પીએમ મોદીને કહ્યું અહંકારી

નવી દિલ્હી: ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા અરુણ શૌરીએ એક વખત ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર પ્રહરો કર્યા છે. શૌરીએ પીએમ મોદીને અહંકારી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને તેમની ઉપર એક વ્યક્તિના પ્રભુત્વ વાળી રાષ્ટ્રપતિ પ્રણાલીની સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે એક વ્યક્તિમાં કેન્દ્રિત સરકાર દેશ માટે સારો સંકેત નથી. તેમને કહ્યું હતું કે મોદી કોઇ પણ નિર્ણય તેમના કેટલાક ખાસ લોકો સાથે લે છે જે તેમને જ પસંદ કરેલા હોય છે.

શૌરીએ ફરી પ્રહાર કરતાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને પેપર નેપકીનની જેમ ઉપયોગ કરીને ફેંકી દે છે. તે ફક્ત પોતાની જાતને જ પ્રેમ કરે છે. તેમજ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ આખઈ સરકાર પર કબ્જો કરી લીધો છે. આ સરકારે સારાં બે વર્ષ ગુમાવી દીધા છે.

મોદી સરકારના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા શૌરીએ કહ્યું કે કોંગ્રેસ શાસિત પ્રદેશ અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું ગેરબંધારણીય નિરણય હતો. આ નિર્ણયથી ભાજપની નિતીઓને ઝાટકો લાગ્યો છે. તેમને કહ્યું કે પાકિસ્તાન સાથે ભારતનો સંબંધ હજુ સમજ બહાર છે. નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની સાથે વિદેશ નિતી નથી, બંધઆરણીય નથી કે તાર્કિક નથી, તેમને કહ્યું કે પાકિસ્તાનના પીએમએ પોતાની ચાલાકીથી ભારતને હજુ સુઘી ગુમરાહ કર્યો છે અને અત્યારસુધી મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. શૌરીએ કહ્યું કે તેમને કોઇ પણ પ્રકારે સારા શાસન વાળી આ સરકાર લાગતી નથી.

મધ્યપ્રદેશમાં વ્યાપમ ગોટાળો અને છત્તીસગઢમાં પીડીએસ ગોટાળાનો તેમને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત શૌરીએ લલિત મેદી બાબતે કેન્દ્ર સરકારને ખોટી રીતે હેન્ડલ કરવાનો આરોપ લગાવ્યો હતો. શૌરીએ કહ્યું કે આ દરેક બાબતોને લઇને મોદી સરકારના પગલાં સાચી દિશામાં હતાં નહીં. તેમને ચીનની સાથે પણ ભારતના સંબંધ પર પ્રશ્નો ઉઠાયા હતાં અને કહ્યું હતું કે સરકારના ચીનની સાથે વિદેશ નિતી ખોટી દિશામાં છે.

અગસ્ટા વેસ્ટલેન્ડ બાબતે મોદી સરકારના વલણ પર શૌરીએ પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે સરકાર ઇટાલીની નીચેની કોર્ટમાં કંપનીના બે પૂર્વ પ્રમુખો વિરુદ્ધ અપીલ કેમ કરી રહી નથી? પર્રિકરએ સાંસદમાં આપેલા ભાષણને શૌરીએ ખોટું બતાવ્યું હતું, ગત વર્ષે પણ અરુણ શૌરીએ મોદી સરકારનું એક વર્ષ પૂર્ણ થવા પર સરકારની નિતીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં.

You might also like