LOC પર પહોંચ્યા રક્ષામંત્રી અરુણ જેટલી, દુશ્મનોને જવાબ આપવા બદલ સેનાને કર્યું સલામ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયેલા રક્ષામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે સેનાના જવાનો સાથે મુલાકાત કરી અને એમના કામને પ્રોત્સાહન આપ્યું હતું. ઉત્તર કાશ્મીરના રામપુર સેક્ટર સ્થિત સીમાની ચોકીઓ પર મુલાકાત દરમિયાન જેટલીએ ભારતીય જવાનોના વખાણ કરતાં કહ્યું કે દુશ્મનને કરારા જવાબ આપવા માટે જવાનોમાં જોરદાર શક્તિ છે.

બારામૂલા ડિવિઝનના જીઓસી મેજર જનરલ આરપી કલીતાની સાથે સૈન્ય ચોકીની મુલાકાત પર પહોંચેલા રક્ષામંત્રી અરુણ જેટલીએ અહીંયા જવાનો સાથે વાતચીત કરી અને એમના ધૈર્ય, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્ર માટે નિસ્વાર્થ સેવાના વખાણ કર્યા. રક્ષામંત્રી જવાનોના કામ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું જે મુશ્કેલ પરિસ્થિતિમાં એ કામ કરી રહ્યા છે આખો દેશ જાણે છે અને એમની સાથે ઊભો છે.

નોંધનીય છે કે કૂલભૂષણ જાધવની બાબતે અને સીમાપારથી વારંવાર થતા સીઝફાયરના ઉલ્લંઘનને લઇને ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતો ગયો છે. એની સાથે ભારતમાં આતંક ફેલાવવાના હેતુથી આતંકીઓની ઘૂસણખોરીના પ્રયત્નોમાં પણ વધારો જોવા મળ્યો છે.

જણાવી દઇએ કે થોડાક સપ્તાહ પહેલા પાકિસ્તાનની સેનાએ પૂંછ જિલ્લામાં બે ભારતીય જવાનોના માથું ધડથી અલગ કરી દીધું હતું. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા હાલાતની સમીક્ષા માટે બુધવારે થયેસી બેઠકમાં એમણે લેનાને કહ્યું કે એ સીમાપારથી થનારી કોઇ પણ કાર્યવાહીનો કરારા જવાબ આપવા તૈયાર રહે.

http://sambhaavnews.com/

You might also like