અરૂણ જેટલીનું થયું કિડની ટ્રાન્સપ્લાન્ટ, AIIMSએ બતાવ્યું સફળ ઓપરેશન

નાણાં પ્રધાન અરૂણ જેટલીનું એમ્સ હોસ્પિટલમાં સફળતાપૂર્વક કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. તબીબોએ જણાવ્યું છે કે ઓપરેશન સફળ રહ્યું છે અને અરૂણ જેટલીની તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે. કિડની દાન કરનાર વ્યક્તિની તબિયતમાં પણ ઝડપથી સુધારો થઇ રહ્યો છે. 65 વર્ષના અરૂણ જેટલીને શનિવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નાણાં પ્રધાન અરૂણ જેટલીનું સોમવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક મળતા અહેવાલ મુજબ અરૂણ જેટલીનું ઓપરેશન સફળ થયું છે. નાણાં પ્રધાન અરૂણ જેટલી છેલ્લા કેટલાક સમયથી આ બિમારીથી પિડીતા હતા. ટૂંક સમય પહેલા જ કિડની ડોનર અને તબીબો સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી છેલ્લા કેટલાક સમયથી કિડની સંબંધિત પરેશાનાથી ઝઝૂમી રહ્યા હતા. બજેટ રજૂ કરતી સમયે અરૂણ જેટલી વધારે સમય ઉભા રહી શકતા નહોતા. આમ તેઓએ બેઠા-બેઠા બજેટ રજૂ કર્યુ હતું. આ અગાઉ 7 એપ્રિલના રોજ અરૂણ જેટલીનું ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા હતી, પરંતુ થયું નહોતું. હાલમાં થોડા સમય પહેલા તેમનું ડાયાલિસિસ કરવામાં આવી હતી.

ત્યારબાદ થોડા કલાક બાદ તબીબીની દેખરેખ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ખરેખર ડાયાલિસિસ થયા બાદ જેટલીને થોડા દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમિયાન જોવામાં આવી રહ્યું હતું કે તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટન જરૂર છે કે નહીં.

You might also like