અરૂણ જેટલીએ જાપાનનાં રક્ષામંત્રી સાથે કરી વાતચીત

ભારત અને જાપાન પોતાનાં સૈન્ય સંબંધોને વધુ મજબૂત કરવાં માંગે છે. બંને દેશોએ મંગળવારે સુરક્ષા સંબંધો પરક દ્રીપક્ષીય વાતચીત કરી. ઉત્તર કોરિયા દ્વારા શક્તિશાળી પરમાણુ પરિક્ષણ કરવાંથી ક્ષેત્રમાં વધુ તણાવભર્યું વાતાવરણ સર્જાઇ ગયું છે. જેથી આ તણાવને લઇને વાર્તાલાપ થયો છે.
અરૂણ જેટલીએ જાપાનનાં પ્રધાનમંત્રી શિંજો આબેની સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા માટેનાં ઉપાયોને લઇ ચર્ચા કરી. રવિવારે મંત્રીમંડળનાં પરિવર્તનન પહેલાં રક્ષા મંત્રાલયનો સંપૂર્ણ ભાર જેટલી પર જ હતો. રક્ષા મંત્રીઓ વચ્ચે વાર્તાલાપ શરૂ થાય તે પહેલાં અરૂણ જેટલીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.
જેટલી અને ઓનોડેરાએ ભારત અને જાપાનનાં ઉદ્યોગપતિઓની બિઝનેસ-ટુ-બિઝનેસની બેઠક પણ શરૂ કરાયેલ છે. આ બેઠક રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જાપાન ગયા હતાં. આ યાત્રા દરમ્યાન બંને પક્ષોએ સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

You might also like