બેંક-ATMની ભીડ પર જેટલી બોલ્યા કાંઇક આવું..

નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંદીને કારણે  બેંકો અને ATMની બહાર લાંબી લાઇને લાગી હોવા પર કાંઇક આવું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાને કહ્યું છે કે દેશની જનસંખ્યા વધારે હોય તો લાઇનો તો રહેવાની જ છે. આ સાથે જ તેમણે કહ્યું કે તમામ પ્રકારની મુશ્કેલીઓ પડી રહી હોવા છતાં દેશવાસીઓનો સહયોગ સરકારને પ્રાપ્ત થઇ રહ્યો છે. જેટલીએ એચટી લીડરશિપ સમિટ દરમ્યાન નોટબંદીના મદ્દા પર મોદી સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.

જેટલીએ કહ્યું હતું કે જો તમે આ દેશના સ્વભાવને ઓળખતા હશો તો તમને ખ્યાલ આવશે કે આ દેશ સરળતાથી પરિવર્તનને સ્વિકારતો નથી. મને યાદ છે કે આપણે એ ચર્ચામાં પણ એક વખત એટલો સમય બગાડ્યો હતો કે ભારતને રંગીન ટીવી જોઇએ છે કે નહીં. વર્ષ 1996માંઅમારી પાર્ટીએ સાત મોબાઇલ ફોન ખરીદ્યા હતા. તો મીડિયાએ અમારા પ્રસ્તાવોને રિપોર્ટ ન હતા કર્યા. હા અમારી મજાક ચોક્કસ ઉડાવી હતી. 15 વર્ષ પહેલાં કોઇ જ વિશ્વાસ ન હતું કરતું કે એક ગરીબ કે દલિતાના હાથમાં પણ મોબાઇલ હોઇ શકે છે. પરંતુ આજે તે વાસ્તવિકતા છે. છેલ્લાં સાત દશકમાં ઘણુ કાળુ નાણુ એકત્રિત થયું છે. 30 ડિસેમ્બર બાદ નોટબંદી સાથે જોડાયેલી પરિસ્થિતનું અવલોકન કરવામાં આવશે.

home

You might also like