આતંકીઓની ઘૂસણખોરી માટે પાક. કરી રહ્યું છે સીઝફાયર: જેટલી

લોકસભામાં રક્ષામંત્રી અરુણ જેટલીએ પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યો હતો. એમણે પાકિસ્તાન પર જમ્મુ કાશ્મીરમાં સીમા પરાથી આંતકીઓની ઘૂંસણખોરીની વાત કહી. એમણે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં સીમા પર આતંકીઓની ઘૂંસણખોરી કરવાનો પ્રયત્ન સતત કરી રહ્યું છે.

રક્ષામંત્રી જેટલીએ લોકસભામાં કહ્યું કે ભારતીય સેનાનો પશ્વિમી સીમા પર વર્ચસ્વ અને ઊંડી અસર છે. સીમા પારથી ઘૂંસણખોરી રોકવા માટે ભારતીય સેના સતત પ્રયત્ન વધારી દીધો છે. અરુણ જેટવીએ કહ્યું કે સુરક્ષા દળોની સતર્કતાને લીધે આ વર્ષે સીમા પર કોઇ ઘૂંસણખોરીને રોકવામાં આવી છે. જેના કારણે દેશમાં ઘૂંસણખોરીની ઘટનાઓ ઓછી થઇ છે. સાથે એમણે જણાવ્યું કે આ વર્ષે પાકિસ્તાન તરફથી 285 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

જેટલીએ કહ્યું કે ગત વર્ષે કુલ 228 વખત પાકિસ્તાની તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં 6 સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા હતા. એમને એવું પણ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 221 લખત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં ાવ્યું છે. આ સીમાઓ પર બોર્ડ સિક્યોરિટી ફોર્સના જવાન તૈનાત રહે છે.

http://sambhaavnews.com/

You might also like