વિકાસ યોજના દ્વારા જનતાનું દિલ જીતવા ઇચ્છે છે ભાજપ: જેટલી

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ભાજપ પર ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણ કરાવવાના પ્રયત્નો સંબંધી આરોપને નકારતાં આજે કહ્યું કે ભાજપ વિકાસ યોજનાઓ દ્વારા જનતાનું દિલ જીતવા ઇચ્છે છે.

જેટલીએ અહીં સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ભાજપ પર મતોના ધ્રુવીકરણ કરાવવાના પ્રયત્ન કરવાના આરોપ તદન ખોટા છે. ભાજપ વિકાસ કાર્યો દ્વારા જનતાની વચ્ચે પોતાની વાત રાખી રહી છે અને અમને જનતાનું જોરદાર સમર્થન પણ મળી રહ્યું છે.

તેમણે કહ્યું કે વિકાસ કાર્યોમાં ભાજપ કોઇ ભેદભાવ કરતી નથી. સૌ નો સાથ સૌનો વિકાસ પાર્ટીનો મૂળ મંત્ર છે. ત્રણ તલાક માટે પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે પર્સનલ લો એવો હોવો જોઇએ જે સંવૈધાનિક માન્યતાઓનું ઉલ્લંઘન કરે નહીં.

કોંગ્રેસ ઉપાધ્યભ રાહુલ ગાંધીએ એક લાખ દસ હજાર કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના સંબંધી આરોપોને ખોટા કહેતા એમણે કહ્યું કે 14 મે 2014 બાદ એમની સરકારે એક પણ પૈસાની લોન માફ કરી નથી. રાહુલ ગાંધી ખોટા તથ્યો પર બોગસ આરોપ લગાવી રહ્યા છે.

You might also like