નાણામંત્રીની પાઠશાળા; GST લાગૂ થવું દેશ માટે ઐતિહાસિક પગલું: અરૂણ જેટલી

નવી દિલ્હી: દેશમાં જીએસટી લાગૂ થયા બાદ અરૂણ જેટલીએ જીએસટીને લઇ સભાને સંબોધિત કરી હતી. ધ ઇન્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના કાર્યક્રમમાં પીએમ મોદી અને નાણામંત્રીની પાઠશાળા આયોજીત કરવામાં આવી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. જેટલીએ કહ્યું કે GST લાગૂ થવું એ દેશ માટે ઐતિહાસિક પગલું છે અને અમને લાગૂ કરવાનો મોકો મળ્યો છે.

તેમણે કહ્યું કે ભારતમાં વધતા રોજગાર અને મજબૂત અર્થવ્યવસ્થાના કારણે આજે સમગ્ર દુનિયા અમારા તરફથી જોઇ રહી છે. જેટલીનું માનીએ કો વિકસિત થવા માટે માનસિકતા બદલવી પડશે અને અડધા-અધુરૂ વલણ સાથે દેશને ના બદલી શકાય.

નાણામંત્રીએ કહ્યું કે દુનિયામાં આર્થિક મંદી હોવા છતા ભારત ઝડપથી આર્થિક મોર્ચે આગળ વધી રહ્યું છે. જીએસટીથી ઇન્સ્પેક્ટર રાજ અને ભ્રષ્ટાચાર પૂર્ણ થશે. આજ સુધી ટેક્સ ચોરીનો રસ્તાઓ શોધાતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. થોડા દિવસોમાં ઉમ્મીદ કરૂ છું કે, જમ્મુ અને કાશ્મીર આને લાગૂ કરી દેશે.

અમુક લોકો વિરોધ કરશે, પરંતુ વિરોધ સાથે પણ લોકતંત્ર ચાલે છે. ઓનલાઇનથી વેચાણમાં થતો ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં આવશે. અમે ભ્રષ્ટાચાર માટે કોઇ ફરિયાદ રાખી નથી. પહેલા રાજનીતિથી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત થતી હતી. ટેક્સેશન પ્રણાલીને ઓનલાઇન કરી. જેનાથી ભ્રષ્ટાચારમાં બ્રેક લાગી.

You might also like