ઇપીએફ પર નહીં લાગે ટેક્સ, સરકારે દરખાસ્ત પરત ખેંચી

નાણા પ્રધાન અરુણ જેટલીએ આજરોજ સંસદમાં ઇપીએફ પરની કર દરખાસ્ત પરત ખેંચવાની જાહેરાત કરી છે. અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં મળેલ દરખાસ્ત સામેના પ્રસ્તાવ પર અધ્યયન કર્યા બાદ આ પ્રસ્તાવને પરત લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના બજેટમાં નાણા પ્રધાન અરુણ જેટલીએ ઇપીએફ ઉપાડનારને તેની 60 ટકા રકમ પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. જોકે આજરોજ અરુણ જેટલીએ સંસદમાં આ અંગેનો નિર્ણય પરત લેવાની જાહેરાત કરી હતી. આ સાથે જ નાણા પ્રધાને લોકોને પેન્શન ફંડમાં રોકાણ કરવાની અપિલ કરી છે. હવે નેશનલ પેન્સન સ્કીમમાં 40 ટકા ક્લિયરન્સ સુધી કોઇ ટેક્સ લાગશે નહીં. આ અગાઉ એનપીએસ પર 100 ટકા ટેક્સ હતો, આ એનપીએસ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.

You might also like