૭૦ના દાયકામાં લોકોએ તાનાશાહી નિહાળી છેઃ જેટલી

નવી દિલ્હી: રાજયસભામાં પ્રથમ સંવિધાન દિવસની ચર્ચા શરૂ કરીને નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, દેશના સામાજિક વાતાવરણ પર કોઇ ખતરો નથી. સરકાર સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ કરે છે. કેટલાક લોકો દ્વારા એવા પ્રકારની વાહિયાત ચિંતા દર્શાવવામાં આવી રહી છે કે, સામાજિક સમરસતાં ખટાસ ઉભી થઇ છે. તેઓએ કહ્યું કે, જીવવાનો અધિકાર જ સૌથી મોટો અધિકાર છે. કોઇપણ વ્યકિત ટીવી પર આવીને એક નિવેદન આપે છે અને તે અસહિષ્ણુતાનો મુદ્દો બની જાય છે. બંધારણનો અનુચ્છેદ રપ ધાર્મિક સ્વતંત્રતાની મંજૂરી આપે છે. આપણે કયા પ્રકારની વ્યાખ્યા આપીએ છીએ તે મહત્વનો મુદો છે.

લોકસભામાં પણ રાજીવ ગાંધીની ટીપ્પણી અંગે લોકસભામાં હંગામો થયો હતો. રાજયસભાની કાર્યવાહી ર૩૦ વાગ્યા સુધી સ્થગિત કરી હતી. આંબેડકરે ન તો ધર્મના પક્ષમાં કે ન તો ધર્મના વિરોધમાં વાતો કરી હતી. બાબા સાહેબ આંબેડકરે દેશને એક બંધારણ આપ્યું જેના આદર્શો પર આપણે બધા લોકોએ ચાલવાની જરૃર છે. તેઓએ વિપક્ષને પ્રશ્નો પુછતા કહ્યું કે, ર૦૧પમાં ડો. આંબેડકરે બંધારણ નિર્માણ કર્યો હોય તો તમારે લોકોનું વલણ કેવું હોત. ડો. આંબેડકરે ધર્મતંત્રની સંકલ્પનાને સંપૂર્ણ રીતે ફગાવી દીધું હતું. ધર્મના આધારે રાજય કોઇ પણ નાગરીક સાથે ભેદભાવ નહીં કરે.

દેશે આપાતકાલની ખૂબ જ મોટી કિંમત ચૂકવી છે. કોંગ્રેસ આ મુદ્દે ચૂપ કેમ થઇ જાય છે. અપ્રાસંગીક મુદાને ઉઠાવીને દેશની એકતા અને અખંડતા સાથે ચેનચાળા કરવામાં આવી રહ્યા છે. ૬પ વર્ષમાં ઘણુ પરિવર્તન થયું. કેટલાક બુનિયાદી પરિવર્તનો થયા જેમાં વિપક્ષને ખુલ્લા મનથી સ્વીકાર કરવાની જરૃર છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા બંધારણમાં મુખ્ય માળખા સાથે જોડાયેલી છે. સરકારે કયારે પણ ન્યાય પાલિકાની સ્વતંત્રતા પર હુમલો કરાવાના પ્રયત્નો કર્યા નથી.

સંસદના શીયાળુ સત્રના પ્રથમ દિવસે જ ભૂતપુર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની ટીકા કરતા ભાજપ સાંસદ અને કેન્દ્રીય પાવરચંદ ગહલોતે બીજા દિવસે તેના નિવેદન પર અફસોસ વ્યકત કર્યો નિવેદન અંગે કોંગ્રેસે હોબાળો કરતા ગહલોતે બેકફુટ થઇ ગયા હતાં. રાજયસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદે સરકાર પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ અપનાવીને દેશ ચલાવાનો આરોપ મૂકયો. તેઓએ આ દરમ્યાન સંવિધાન નિર્માણના રૃપે અન્ય નેતાઓના યોગદાનની ચર્ચા ન કરવા અંગે ને નારાજગી વ્યકત કરી.
ડો. આંબેડકરે પોતાના જીવનમાં છૂત અછૂતનો સામનો કરવો પડયો. આંબેડકર મહાત્મા ગાંધી બાદ સૌથી મોટા સમાજ સુધારક હતાં. બંધારણ નિર્માણમાં પંડિત જવાહરલાલ નેહરુની સરકારે કોઇ ચર્ચા કરી નહી. ડો. આંબેડકરને સરકાર હાથો બનાવી રહી છે. ઇતિહાસને બદલવાનું ષડયંત્ર ચાલી રહ્યું આંબેડકર હોય કે પટેલ આ દેશની સંપતિ છે. આઝાદીના સમય થી જ અમારી બંધારણમાં આસ્થા હતી.

You might also like