કાળા નાણાની સરકારની ઓફર નહી સ્વિકારનારા પેટ ભરીને પસ્તાશે : જેટલી

નવી દિલ્હી : વિદેશમાં કાળાનાણા છુપાવવાનાં મુદ્દે એક એજન્સીનો અહેવાલ લીક થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. અહેવાલમાં ગણી સુપ્રસિદ્ધ હસ્તીઓનાં નામ આવ્યા છે. ત્યાર બાદ નાણામંત્રીને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે આવા ખુલાસાઓનું તેઓ સ્વાગત કરે છે અને આ મુદ્દે એક મલ્ટી એજન્સી ગ્રુપ બનાવવામાં આવી ચુક્યું છે જે તમામ બાબતોને મોનિટર કરશે. નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાને પોતે જ આ મુદ્દે સંજ્ઞાન લેતા આની તપાસ કરવા માટે જણાવ્યું છે.

નાણાપ્રધાને સોમવારે જણાવ્યું કે જે લોકોએ વિદેશમાં પોતાની સંપત્તી સરકારે એક વખત તક આપી હોવા છતા જાહેર નથી કરી તેઓને પસતાવાનો વારો આવશે. તેમણે કહ્યું કે વિદેશોમાં કાળા નાણા છુપાવવાની વિરુદ્ધ વૈશ્વિક પહેલની હેઠળ બહુપક્ષીય વ્યવસ્થા 2017થી લાગુ થશે. આ વ્યવસ્થા લાગુ થયા બાદ કાળા નાણા છુપાવવા અશક્ય બની જશે. જેટલીએ ઉદ્યોગમંડળ સીઆઇઆઇનાં વાર્ષિક ઉદ્ધાટન સત્રનું સંબોધન કર્યું હતું. જી20ની પહેલ એફએટીસીએ અને દ્વિપક્ષીય સંધીઓ હેઠળ નવી વ્યવસ્થાઓ 2017થી પ્રભાવિત થઇ જશે.

વિશ્વમાં નાણાકીય લેવડ દેવડની સંસ્થાગત વ્યવસ્થા અપેક્ષાકૃત ખુબ જ પારદર્શક થઇ જશે માટે આ પ્રકારનાં નાણાની રમત કોઇ પણ વ્યક્તિને ભારે પડશે. જેટલીએ કહ્યું કે સરકારે આપેલી તકનો ફાયદો નહી ઉઠાવનાર લોકોને હવે અહેસાસ થશે કે તેઓએ સરકારની ઓફર નહી સ્વિકારીને મોટી ભુલ કરી છે. આજે કાળાનાણાએ માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા થઇ છે. એનપીએનાં મુદ્દે દેશમાં ચાલી રહેલાનાં વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઉદ્યોગજગતની હસ્તીઓની નજર હંમેશા સકારાત્મક અને નૈતિક હોવી જોઇએ કારણ કે આ પ્રકારનાં દ્રષ્ટિકોણથી જ તેમની શાખમાં વધારો થશે.

You might also like