જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અને અલગાવવાદીઓને આડે હાથ લેતા અરુણ જેટલી

જમ્મુ : કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં પોતાના સંબોધનમાં જેટલીએ પાકિસ્તાનને આડે હાથે લીધું હતું. અહીં જેટલીના નિશાન પર પાકિસ્તાનની સાથે અલાગવવાદી તેમજ કોંગ્રેસ પણ રહ્યુ. ઘાટીમાં આતંકી ઘટનાઓને પ્રોત્સાહીત કરવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તે સિવાય અરુણ જેટલીએ હીરાનગર ખાતે ત્રિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા.

પાકિસ્તાનને આતંકવાદીઓને મદદગાર બતાવતાં જણાવ્યું કે, 1990થી પાકિસ્તાને સમજી લીધું કે ભારત સામે યુધ્ધમાં કયારેય જીતી શકાશે નહીં. એટલા માટે પાકિસ્તાન સરહદપારથી આતંકીઓને મોકલવાનું શરૂ કરી દીધું. જેટલીએ એક કાંકરે બે પક્ષીને મારતાં કાશ્મીરની પરિસ્થિતિ માટે પાકિસ્તાનની સાથે અલગાવવાદીઓને પણ જવાબદાર ઠેરવ્યાં.

તેની સાથે અરુણ જેટલીએ રાજ્યમાં વિકાસ યોજના નહીં પહોંચવા પાછળ કોંગ્રેસ પક્ષને જવાબદાર ઠેરવતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી તેણે લોકો માટે વિચાર્યું નહીં. કેન્દ્રીય પ્રધાને રાજ્યની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. અલગાવવાદીઓ સાથે કોઇપણ પ્રકારની સમજૂતિ કરવામાં આવશે નહીં.

You might also like