ખીણમાં દોષીતો પર કાર્યવાહી પરંતુ નિર્દોષની સુરક્ષાને પ્રાથમિકતા : જેટલી

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ સેનાને કહ્યું કે ખીણમાં ખોટા તત્વો સામે કાર્યવાહી દરમિયાન નિર્દોશ લોકોને કોઇ સમસ્યા ન થાય તેની તકેદારી રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે હાલમાં પથ્થરમારો કરનારાથી બચવા માટે સેનાની જીપ પર યુવકને બાંધવાની ઘટના મુદ્દે ભારે વિવાદ થયો હતો. સંરક્ષણ પ્રધાન અને આર્મી ચીફ વિપિન રાવત બુધવારે ખીણની પરિસ્થિતીનો તાગ મેળવવા માટે શ્રીનગર ગયા હતા.

બાદામી બાગ કેંટમાં સંરક્ષણમંત્રીને ઘૂસણખોરી અટકાવવા અંગેની માહિતી અપાઇ હતી. જેટલીએ કાશ્મીર ખીણમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. શ્રીનગરમાં સેના પ્રમુખ સાથે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં કાશ્મીરનાં હાલની પરિસ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણમંત્રી કમાન્ડરોને લાઇન ઓફ કંટ્રોલ પર ચોક્કસી વરતવા માટેનાં નિર્દેશ આપતા કહ્યું કે સીમા પારથી કોઇ દુસ્સાહસનો વળતો જવાબ આપવા માટે તૈયાર રહે.

કાશ્મીરમાં સીમા પારથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન મુદ્દે આ નિવેદન ઘણુ જ મહત્વનું છે. હાલમાં પાકિસ્તાની સૈનિકોએ બે ભારતીય જવાનો સાથે કરેલી ક્રુરતાને પગલે સીમા પર પરિસ્થિતી તંગ છે.

You might also like