કરવેરાની જાળ વધુ વિસ્તૃત કરવા જેટલીની તૈયારી શરૂ

નવી દિલ્હી: કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરતી વેળા આ વખતે કરવેરાની જાળને વધુ વિસ્તૃત બનાવવાની જાહેરાત કરી શકે છે. સાથે સાથે વધુને વધુ લોકોને કરવેરાની જાળમાં અથવા તો ટેક્સની જાળમાં આવરી લેવાના પગલાની જાહેરાત કરી શકે છે. દેશમાં હાલમાં ૧૨૦ કરોડ લોકો રહેલા છે જે પૈકી કરવેરાની ચુકવણી કરનાર લોકો માત્ર ચાર કરોડ છે. આ આંકડાની જેટલીએ નોંધ લીધી છે. આવી સ્થિતીમાં વધુ લોકોને ટેક્સની જાળ હેઠળ આવરી લેવાની રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે. જેની બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. કરવેરાની ચુકવણી કરનાર લોકોને સરકાર કેટલીક રાહત આપી શકે છે. જેના માટે સામાજિક જવાબદારી સાથે સંબંધિત કોઇ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. દેશના નિર્માણમાં ટેક્સ કેટલી ભૂમિકા અદા કરે છે તે બાબત સામાન્ય લોકોને સમજાવવા માટે કેટલાક પગલા બજેટમાં જાહેર

કરવામાં આવી શકે છે.અમેરિકા જેવા દેશોમાં જે લોકો ટેક્સ ચુકવે છે તે લોકોને કેટલાક સામાજિક લાભ મળે છે તેવી ગણતરી બજેટમા કરવામાં આવી શકે છે. નાણાં પ્રધાન અરૃણ જેટલી ૨૯મી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ અનેક પ્રકારની અપેક્ષા અને અટકળો વચ્ચે રજૂ કરનાર છે ત્યારે વિવિધ વર્ગના લોકો અને ઉદ્યોગ જગત, શેરબજાર તેમજ જુદા જુદા ક્ષેત્રો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જેટલી સમક્ષ રજૂઆતનો દોર ચાલી રહ્યો છે. જેટલી બજેટ તૈયાર કરવાની અંતિમ કવાયતમાં પહોંચી ગયા છે તે ત્યારે દેશના લોકો દ્વારા પણ જુદી જુદી માંગ રજૂ કરવામાં આવી છે.

દેશના આર્થિક નિષ્ણાંતો અને સામાન્ય લોકો માને છે કે જેટલીએ બજેટમાં સિનિયર સિટિઝનોને વધારે રાહત આપવાની દિશામાં પહેલ કરવી જોઇએ આ વખતે બજેટને લઇને જેટલી સામે કેટલાક પડકરો રહેલા છે. કારણ સુધારા પર સરકાર આગળ વધ છે કે કેમ તેના પર બિહારમાં હાર બાદ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટને લઇને સામાન્ય લોકો જે આશા રાખે છે તેમાં મુખ્ય ઇચ્છા પીપીએફ પગાર મુક્તિને વર્તમાન ૧.૫ લાખથી વધારીને ૧.૯ લાખ કરવાની માંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સામાન્ય લોકો ઇચ્છે છે કે બજેટમાં કલમ ૮૦સી મુક્તિને વર્તમાન બે લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવે.

આવી જ રીતે સામાન્ય લોકોએ સર્વિસ ટેક્સને બે ટકા સુધી ઘટાડી દેવાની માંગ પણ કરી છે. જુદા જુદા વિભાગો દ્વારા રજૂઆતનો સિલસિલો હજુ થોડાક દિવસ સુધી જારી રહે તેવી શક્યતા છે.  જેટલી સામે કેટલાક પડકરો રહેલા છે. કારણ સુધારા પર સરકાર આગળ વધ છે કે કેમ તેના પર બિહારમાં હાર બાદ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટ પહેલા એવા સંકેત મળી રહ્યા છે કે જેટલી વધુ કેટલીક સર્વિસને પણ સર્વિસ ટેક્સની જાળમાં આવરી લેશે.

You might also like