જેટલીએ કેજરીવાલ પર કર્યો 10 કરોડનો વધુ એક માનહાનિનો કેસ

નવી દિલ્હી: નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક માનહાનિનો કેસ કરી દીધો છે. અરુણ જેટલીએ દિલ્હી હાઇકોર્ટમાં 10 કરોડનો માનહાનિનો દાવો કરી દીધો છે. અરુણ જેટલીના વકીલોએ સોમવારે હાઇકોર્ટમાં કેસ ફાઇલ કરી દીધો છે. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ અરુણ જેટલીએ અરવિંદ કેજરીવાલ પર માનહાનિનો કેસ કરી રાખ્યો છે, જેની સુનવણી દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહી છે.

હકીકતમાં ગત સપ્તાહે કેજરીવાલના વકીલ રામ જેઠમલાનીએ જેટલી માટે CROOK શબ્દનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ જેઠલમાનીએ કહ્યું હતું કે એ એમના ક્લાઇન્ટ અરવિંદ કેજરીવાલના કહેવા પર કરી રહ્યા છે. જેની પર જેટલી અને એમના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો.

સુનવણી દરમિયાન જેટલીએ કહ્યું હતું કે તમારી પર્સનલ જીંદગી લઇને બોલી રહ્યા છો એ બરોબર નથી. ત્યારબાદ જેઠલમાનીએ કહ્યું કે હું મારા ક્લાઇન્ટની મરજીથી મળી રહ્યો છું અને હું હંમેશા મારા ક્લાઇન્ટ સાથે કેસથી સમજવા માટે મળુ છું. રામ જેઠલમાનીએ કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે કાળાનાણાં લાવવામાં જેટલી લડાઇ લડી અરુણ જેટલીએ એની પર પાણી ફેરવી દીધું. અરવિંદ કેજરીવાલના બીજા કાઉન્સિલે કોર્ટ પાસેથી બીજી દિવસનો સમય માંગ્યો. જેની પર કોર્ટે સુનવણી માટે 28 અને 31 જુલાઇની તારીખ આપી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like