ગુજરાતના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલીએ ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યો

આવતી કાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે ચોતરફથી ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી અરૂણ જટેલીએ ભાજપનો સંકલ્પ પત્ર રજૂ કર્યો છે. સંકલ્પ પત્ર રજૂ કરતાં અરૂણ જેટલીએ જણાવ્યું કે સંકલ્પ પત્રમાં ગુજરાતના વિકાસનો દ્રષ્ટિકોણ છે.

વિકાસના દ્રષ્ટિકોણ અંગે મારે વધુ નથી કહેવું. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનો ગ્રોથ રેટ 10 ટકાનો રહ્યો છે. દેશ આખામાં એક જ રાજ્યનો ગ્રોથ બે આંકડામાં છે. વિશ્વની કોઇ અર્થવ્યવસ્થા બે આંકડાનો ગ્રોથ રેટ નથી. ગુજરાતની અર્થ વ્યવસ્થા સારી બને તેવો અમારા પ્રયત્ન છે. ગુજરાતના દરેક વર્ગના માણસની ભાજપ ચિંતા કરે છે. કોંગ્રેસ ગુજરાતમાં સામાજીક ધ્રુવિકરણ કરે છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ચૂંટણી ઢંઢેરા પર જણાવ્યું કે ગરીબી અને જાતિવાદ મુક્ત ગુજરા બનાવવાનો સંકલ્પ કરીએ છીએ. કૃષિ વિકાસને પ્રાથમિકતા આપવા વ્યાજ મુક્ત ધિરાણ આપવામાં આવશે. નવા ઉદ્યોગ સ્થાપીને રોજગારી, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અપાશે. રમત-ગમત ક્ષેત્રે યુવાનોને તક મળે તેવા પ્રયાસ કરાશે. મહિલા સશક્તિકરએ ભાજપનું મુખ્ય લક્ષ્ય છે. જેનેરીક દવા સ્ટોલમાં વધારો કરાશે.

રાજ્યમાં મોબાઇલ ક્લિનીક બનશે. ગામડાનો સર્વાંગી વિકાસ કરાશે. રાજ્યમાં સ્માર્ટ વિલેજ વિકસાવવામાં આવશે. રાજ્યમાં શૌચાલય, પાકા રસ્તા બનાવાશે. રાજ્યમાં સ્માર્ટ સિટીનો અમલ કરાશે. બાળકો માટે દરેક વિસ્તારમાં ગાર્ડન બનાવાશે. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરાશે. ઓબીસી કલ્યાણ માટે નો સંકલ્પ કરાશે. કામદારો માટે સલામતી અને સુવિધાઓ અપાશે.

You might also like