કેજરીવાલ અને અરૂણ જેટલી વચ્ચે જોવા મળી ‘મમતા’

કોલકાતા : એક કાર્યક્રમમાં નાણાપ્રધાન અરૂણ જેટલી અને દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. કોલકાતામાં આયોજીત એક કાર્યક્રમમાં એકબીજાનાં કટ્ટરવિરોધી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.કોલકાતામાં આયોજીત બંગાળ ગ્લોબલ બિઝનેસ મીટમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંન્ને નેતાઓને આમંત્રી કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ બંન્ને નેતા કોલકાતા ગયા હતા અને એક જ મંચ પર હાજર રહ્યા હતા. બંન્નેએ મમતા બેનર્જી સાથે ભોજન પણ લીધું હતું.
કેજરીવાલ અને જેટલી ઉફરાંત બિઝનેસ સમીટમાં પરિવહન મંત્રી ગડકરી, રેલ્વે મંત્રી સુરેશપ્રભુ, ઉર્જા મંત્રી પીયૂષ ગોયલને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા. આ સમિટને વૈશ્વિક ફલક પર લઇ જતા મમતાએ ભૂટાનનાં વડાપ્રધાન શેરિંગ તોગબે, બાંગ્લાદેશનાં કોમર્સ મિનિસ્ટર તોફેલ અહેમદ અને બ્રિટનનાં રોજગાયમંત્રી પ્રીતિ પટેલને પણ આમંત્રીત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડીડીસીએ)માં કથિત રીતે થયેલા ગોટાળાનાં મુદ્દે કેજરીવાલ અને અરૂણ જેટલી વચ્ચે લાંબા સમયથી આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. અરૂણ જેટલી કેજરીવાલ પર માનહાનીનો કેસ પણ કરી ચુક્યા છે.

You might also like