કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી AIIMSમાં દાખલ, આજે થશે કીડની ટ્રાન્સપ્લાન્ટ

કિડની સમસ્યાથી પરેશાન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી એમ્સ હોસ્પિટલમાં દાખલ થયા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આજરોજ તેમનું ઓપરેશ કરવામાં આવશે. બિમારીને લઇને અરુણ જેટલી સોમવારથી કાર્યાલય જતા નથી. નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરૂવારે જ ટ્વિટ કરી કિડનીની સમસ્યાથી પીડિત હોવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ અરૂણ જેટલીના હાર્ટનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

નાણાંમંત્રી અરૂણ જેટલીને દિલ્હીની એમ્સમાં એડમીટ કરવામાં આવ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં આજે તેઓનુ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, કિડની દાન કરનારાની
સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.

અરૂણ જેટલી કિડનીની બીમારીથી પીડાતા હતા અને સોમવારથી તેઓ  ઓફિસમાં પણ આવતા હતા નહીં. તેઓ ફરી રાજ્યસભા માટે ચૂંટાતા હમણાં જ શપથ લીધી હતી. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે, મારી કિડની સંબંધિત બીમારીનો ઈલાજ ચાલું છે.

હાલ તબિયતને લઈને ઘરેથી જ કામ કરૂ છું. આગળનો ઈલાજ ડોકટરો પર નિર્ભર છે. જેટલીનું ઓપરેશન એપોલો હોસ્પિટલના કિડની રોગના નિષ્ણાંત ડો~ટર સંદીપ ગુલેરિયા કરશે. ડો~ટર સંદીપ એમ્સના નિયામક અને જેટલીના મિત્રના ભાઈ પણ છે.

You might also like