શહેરની અાર્ટ્સ કોલેજોમાં 3,500 બેઠકો ખાલી રહે તેવી સંભાવના

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ શહેરની વિવિધ અાર્ટ્સ કોલેજોની 7,000થી વધુ બેઠકો માટે અા વખતે પ્રથમ વખત અોનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, તેમાં અપાયેલા પ્રોવિઝનલ એલોટમેન્ટના અાધારે અાર્ટ્સ કોલેજોમાં 3,500 જેટલી બેઠક ખાલી પડી રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં અાવી રહી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એ‌િપ્રલ-2016માં લેવાયેલી પરીક્ષા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ શહેરની વિવિધ અાર્ટ્સ કોલેજોમાં પ્રવેશ માટે અોનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં અાવી છે, જેના અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. અા અંગે અાર્ટ્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાની જવાબદારી સંભાળતા જયેશ સોલંકીએ જણાવ્યું હતું કે વિવિધ કોલેજોની 7000થી વધુ બેઠકો માટે પ્રથમ તબક્કો પૂરો થયો છે, જેમાં 3800 જેટલા વિદ્યાર્થીઅોને પ્રોવિઝનલ પ્રવેશ અાપવામાં અાવ્યો છે જ્યારે બીજો તબક્કો અાગામી સપ્તાહમાં શરૂ થશે. પ્રથમ તબક્કાની કાર્યવાહી જોતાં બીજા તબક્કા બાદ અાર્ટ્સ કોલેજોમાં 3500 જેટલી બેઠક ખાલી પડી રહે તેવી સંભાવના છે. અામ છતાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

You might also like