કલાત્મક નમૂના, પેઇન્ટિંગ્સ અને ફોટાને ટીંગાડવાની કળા

બેડરૂમમાં કાગળમાંથી બનાવેલા પાતળા નમૂનાને લટકાવવા જાેઈઅે. અમુક ટુકડાને કદમાં નાના રાખવા જાેઈઅે. તેનાથી જબ્બરજસ્ત ઉઠાવ અાવશે. હાલમાં થ્રી-ડીનો જમાનો છે. હાથાવાળું મીણબત્તી ટીંગાડવાનું સ્ટેન્ડ અા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. દીવાલ પર સ્ટેન્ડ ટીંગાડ્યા બાદ તેની પાછળ ટેરાકોટાની કલાત્મક પ્લેટ રાખવાથી થ્રી-ડી જેવો ઉઠાવ અાવશે.

જે જગ્યાઅે તમે પેઇન્ટંગ્સ કે ફોટા મૂકવા માગો છો તેનું સ્થાન નિશ્ચિત કરો. કાં તો મોટા પેઇન્ટંગને પ્રથમ મૂકો અથવા તમારા માટે જે સ્પેશિયલ હોય તેને રાખો. ત્યાર બાદ અન્ય ચિત્રોને અેક પછી અેક ગોઠવતાં જાવ. તમારી અંદર છુપાયેલી કળાને કોઈ દાયરામાં બાંધો નહીં. તમને જે સુંદર લાગતું હોય તે પ્રમાણે જ ગોઠવણ કરો. ગમે તે ચીજ કે વસ્તુને કલા તરીકે મૂલવતા શીખો. કોઈ અેક જ ચિત્ર કે ફોટા કે પછી અન્ય કલાત્મક નમૂનાને જ ગોઠવવાના બદલે તેમાં ઘણી બધી વેરાઇટી અાવે તે રીતે પ્લાન કરો. જુદાં જુદાં નમૂના, ચિત્ર અને ફોટા હશે તો કંઈક અનોખું દેખાશે.

જ્યારે તમે રૂમમાં અાવી ગોઠવણ કરતાં હો ત્યારે રૂમની અન્ય ચીજ-વસ્તુ તમારા ધ્યાન બહાર રહી જાય નહીં તેનું ધ્યાન રાખો, કારણ કે અાવી વસ્તુ પહેલેથી જ રૂમમાં હોય તેનું પણ અેક મહત્ત્વ છે. કોઈ મૂર્તિ કે પ્રતિમા હોય તો તેને પણ ગોઠવણ વખતે ધ્યાનમાં રાખવી જાેઈઅે. તેનાથી પુનરાર્વતન અટકશે. નમૂના, ચિત્ર કે ફોટાને લટકાવતી વખતે અે વાતનો ખાસ ખ્યાલ રાખો કે, અા વસ્તુ દરવાજાે, કેબિનેટ કે પછી શટર ઉઘાડ-બંધ કરતી વખતે નડે નહીં. લટકાવતા પૂર્વે જ અા વસ્તુઅો નડે નહીં તે રીતે અાયોજન કરવું જાેઈઅે. શણગારવા માટે માત્ર રૂમ નહીં, પરંતુ ગેરેજ પણ કામ લાગી શકે છે. જેમ કે ગેરેજમાં તમારો મનપસંદ કલર કર્યા બાદ અને પેઇન્ટંગ્સ લટકાવ્યા બાદ જ્યારે કાર ગેરેજમાં નહીં હોય ત્યારે તે નાની પાર્ટી યોજવા માટે ઉત્તમ સ્થાન બની રહેશે.

રચનાત્મક રીતે ફોટા, ચિત્ર અને અાર્ટના નમૂનાને લટકાવવા તે ઝીણવટ માંગી લેતું કાર્ય છે. દીવાલ પર અા રીતે શણગાર કરતા પૂર્વે થોડું પ્લાન કરી લેવું જાેઈઅે.

પેઈન્ટિંગ્સ કે ફોટાની જગ્યા ફિક્સ કરો.  અેક જ ફોટા કે ચિત્રના બદલે બધાનું કોમ્બનેશન અલગ ઉઠાવ અાપશે.

અાવા નમૂના ગોઠવતી વખતે તે નડતરરૂપ બને નહીં તેનું ખાસ ધ્યાન રાખો.

તમારી અંદર પડેલી ક્રિઅેટિવિટીને બહાર લાવો, સુંદરતા અાપોઅાપ પ્રગટશે.

જે ચીજ-વસ્તુ પહેલેથી જ હોય તેને ભૂલી જતાં નહીં.

You might also like