કુત્રિમ સ્વીટનર્સ ધરાવતું શુગર ફ્રી જોખમી

શુગરના વિકલ્પ તરીકે લોકો હવે જીરો કેલેરી ધરાવતા અાર્ટિફિશિયલ સ્વીટનર્સ તરફ વળ્યા છે. અાપણે જો એમ માનતા હોઈએ છે કેલેરી ઈન્ટેક કટ કરવામાં તેનાથી ફાયદો થશે તો અાપણે ખોટા છીએ. કુત્રિમ રસાયણો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. અાજકાલ સોફ્ટડ્રિંક, ચ્યૂંઈગમ, મિઠાઈ, અાઈસ્ક્રિમ, ફૂટ જ્યૂસ, યોગર્ટ એમ બધી જ વસ્તુ શુગર ફ્રી મળવા લાગી છે. અાવી કુત્રિમ શુગર લઈને ડાયટિંગ કરનારા લોકોની બોડીમાં ગ્લુકોઝનું ચયાપચય થવાની ક્રિયામાં પરિવર્તન અાવે છે જે લાંબાગાળે ડાયાબિટીસનું રિસ્ક વધારે છે.

You might also like