ટાઇપ વન ડાયાબિટીસની સારવાર કરશે સ્માર્ટ ફોન

ટાઇપ વન પ્રકારના ડાયાબિટીસને ઓટોમેટિકલી કોઇ જ પ્રયત્ન વિના કંટ્રોલ કરે તેવી સિસ્ટમ અમેરિકન વિજ્ઞાનીઓએ વિકસાવી છે. આ સિસ્ટમ સ્માર્ટફોન દ્વારા સંચાલિત છે. તેના કારણે વારે ઘડીએ આંગળી પર પ્રિક કરીને શુગર માપવાની અને ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવાની જરૂર નહીં પડે. શરીર પર પહેરી શકાય તેવા ઇન્સ્યુલિન પમ્પ અને તેની સાથે સંકળાયેલું ટચુકડું સેન્સર સ્માર્ટફોન સાથે એટેચ થતાં જાતે જ લોહીમાં શુગરનું લેવલ અને ઇન્સ્યુલિનની માત્રા રિલીઝ કરવાનું એમ બંને કામ મોનિટર કરે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના સેન્ટર ફોર ડાયાબિટીસ ટેકનોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે તે સિસ્ટમ સ્વાદુપિંડની જેમ કામ કરી શકે છે. તે સિસ્ટમ સ્માર્ટફોન દ્વારા ચાલે છે. આ સિસ્ટમ માટે પેન ડ્રાઇવ સાઇઝનું બ્લડ-ગ્લુકોઝ સેન્સર શરીરના કોઇ પણ ભાગમાં પહેરી રાખવાનાં હોય છે. દર પાંચ મિનિટે ગ્લુકોઝ લેવલ તમારા સ્માર્ટફોનમાં પહોંચે છે.

You might also like