હવે માત્ર એક ડિવાઈસ પહેરવાથી શુગર લેવલ કંટ્રોલ થઈ શકશે

લંડન: કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોઅે એક અનોખું ડિવાઈસ બનાવ્યું છે, જેનું નામ ‘આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ.’ અા અેક ઓટોમેટિક ડિવાઈસ છે, તેને પહેરવાથી બ્લડમાં શુગરનું લેવલ ઓટોમેટિક કંટ્રોલમાં રહેશે. ટાઈપ-૨ પ્રકારના ડાયાબિટીસના દર્દીઅોઅે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન નહીં લગાવવાં પડે.

ડિવાઈસ અાગામી વર્ષ સુધીમાં બજારમાં અાવશે. ડિવાઈસને અોન કરતાં તે શરીરમાં ગ્લુકોઝ લેવલને મોનિટર કરવાનું શરૂ કરી દે છે, પછી જરૂર પડતાં નિયમિત ઇન્ટરવલ બાદ ડાયાબિટીસના દર્દીની સ્કિનમાં ઇન્સ્યુલિન મોકલતું રહે છે.

અા ડિવાઈસની સાઈઝ અાઈફોન જેટલી છે, તેને શરીરમાં કપડાંની નીચે સરળતાથી પહેરી શકાય છે. ડિવાઈસની કિંમત હજુ નક્કી થઈ નથી. ભારતમાં લગભગ પાંચ કરોડ ડાયાબિટીસના દર્દી છે. મોટા ભાગના લોકોઅે સમયે સમયે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લગાવવાં પડે છે. બીજી તરફ ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઅોઅે ઘણીવાર અાંગળીઅોમાં ઇન્જેક્શનના સહારે બ્લડમાં ગ્લુકોઝ લેવલનો ટેસ્ટ કરાવવો પડે છે.

અા ડિવાઈસની વધુ એક ખાસિયત અે છે કે તે દર્દીના બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને સાથે-સાથે તેમનું લેવલ પણ ચેક કરે છે. ડિવાઈસના ટેસ્ટ દરમિયાન ત્રણ મ‌િહના સુધી દર્દીઅોને તે પહેરાવ્યા બાદ જોવા મળ્યું કે તેમના ગ્લુકોઝનું લેવલ ૧૧ ટકા સુધી વધી ગયું છે.

ટીમમાં સામેલ ડો. હોવોરકાઅે જણાવ્યું કે અા ડિવાઈસ એવી રીતે બનાવાયું છે કે કોઈ પણ યુઝર્સ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. ટેસ્ટમાં ડિવાઈસના ઉપયોગથી ઘણા ડાયાબિટીસના દર્દીઅોઅે પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની પણ જરૂર નહીં પડે.

You might also like