ઝાકીર નાઇક સાથે મંચસ્થ થવા અંગે શ્રીશ્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હી : ઇસ્લામિક ધાર્મિક વક્તા ઝાકીર નાઇક મુદ્દે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પર આરોપો બાદ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની તરફથી સ્પષ્ટતા કરવામાં આવે છે. શુક્રવારે રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોંગ્રેસનાં એક ધારાસભ્યનાં નિમંત્રણ બાદ નાઇકનાં કાર્યક્રમમાં રવિશંકર ગયા હતા.નિવેદનમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગે શ્રીશ્રીને એક જાહેર વાતચીતનાં કાર્યક્રમ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન શ્રી શ્રી જ્યાં હિંદુત્વ અંગે બોલવાનાં હતા ત્યાં જાકિર નાઇક ઇસ્લામ અંગે પોતાનું મંતવ્ય મુકવાનાં હતા.

કાર્યક્રમ દરમિયાન જાકિર નાઇકે વેદનાં શ્લોકોને સંદર્ભથી હટીને રજુ કર્યા હતા. તેમની વાતો ઘણી જ ભડકાઉ હતી. ઝાકીર નાઇકે ઘણી વખત કેટલીય વાર શ્રીશ્રી દ્વારા લખાયેલા પુસ્ત હિંદુત્વ અને ઇસ્લામનો હવાલો ટાંક્યો હતો અને પુસ્તકમાં લિખીત શ્રી શ્રીનાં કેટલાક સંદેશાઓને અલગ રીતેર જુ કર્યા હતા.

બાંગ્લાદેશની રાજધાની ઢકામાં થયેલા આતંકવાદી હૂમલા બાદથી જ નાઇક શંકાના ઘેરામાં છે. આ હૂમલો કરનારા આતંકવાદીઓ નાઇકનાં ભાષણથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદથી જ ભડકાઉ ભાષણ આપવા અને આતંકવાદ માટે પ્રેરિત કરવાનાં મુદ્દે તેની વિરુદ્થ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહની એવી જુની તસ્વીરો સામે આવી હતી જેમાં નાઇકની સાથે મંચ પર ગળે મળતા જોવા મળ્યા હતા. રિપોર્ટો અનુસાર આ દરમિયાન તેમણે નાઇકને શાંતિદુત પણ ગણાવ્યા હતા. ત્યાર બાદ દિગ્વિજય પર પણ સવાલ ઉઠાવવાનાં ચાલુ કર્યા હતા.

You might also like