“ફલક તક ચલ સાથ મેરે” પર અર્શીખાને કર્યો ડાન્સ, અદાઓ જોઈને બની જશો તેના ફેન

અર્શીખાન બિગબોસના ઘરમાં રહ્યા પછી,મીડિયા અને પોતાના ફેનની વચ્ચે કઈ રીતે ખબરોમાં રહેવું તે શીખી ગઈ છે.ત્યારે જ તો બિગબોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ અર્શીખાન ખબરોમાં રહે છે.અર્શીખાન છેલ્લા કેટલાક સમયોથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાંઉન્ટ પર ખુબ એક્ટીવ છે અને પોતાના ડાંસના વીડિયો અપલોડ કરી રહી છે જે તેને ખુબ લોકપ્રિય કરી રહ્યા છે.

અર્શીએ એક નવો વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે “ફલક તક ચલ સાથ મેરે” સોંગ પર બેઠા બેઠા જ ડાન્સ કરી રહી છે, જેમાં તે જબરજસ્ત મુવ્ઝ કરી રહી છે. એમ પણ એક્સપ્રેશન આપવામાં અર્શીખાનનો કોઈ મુકાબલો કરી શકતુ નથી.

ઉલ્લેખનીય છે કે,અર્શીખાનનો કેટલાક દિવસો પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અર્શી સપના સાથે ડાન્સ કરી રહી હતી. આ વીડિયો સપના ચૌધરીના ભાઈ ના લગ્ન વખતનો હતો,જેમાં બંન્નેએ સાથે ખુબ ડાંસ કર્યો હતો.અને આ વીડિયો વાયરલ પણ થયો હતો.

જ્યાં સુધી અર્શી બિગબોસના ઘરમાં રહી તેના વિશે ઘરની બહાર જાત જાતની ખબરો આવવા લાગી હતી,અને ખબરોના કારણે ખુબ ચર્ચાઓ પણ થતી હતી. બિગબોસના ઘરમાં પણ પ્રિંયકા શર્માએ તેને પોતાના ટાર્ગેટ પર રાખી હતી. ટીવી એક્ટ્રેસ હિના ખાનેતો તેની પર ભદ્દી કોમેંન્ટો પણ કરી હતી. પરંતુ અર્શીખાને કોઈની ચિંતા કર્યા વગર વિકાસ ગુપ્તા સાથે તેમની દોસ્તી જાળવી રાખી હતી.અર્શી બોક્સ ક્રિકેટ લીગમાં પણ નજર આવી ચુકી છે.

You might also like