ગોધરા કાંડનો મુખ્ય આરોપી ફારૂખ ભાણા 14 વર્ષે ઝડપાયો

અમદાવાદઃ ગોધરા કાંડના મુખ્ય આરોપી ફારૂખ ભાણાની બુધવારે એટીએસએ ઘરપકડ કરી છે. ભાણા પર ગોધારા ટ્રેન સળગાવવાનો આરોપ હતો. ગોધરા કાંડને અંજામ આપવામાં અને ટ્રેન સળગાવનાર મુખ્ય આરોપી ભાણો વર્ષ 2002થી ફરાર હતો. બુધવારે એટીએસએ તેની ઘરપકડ કરી છે.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા કાંડની ઘટના બની હતી. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નિકળ્યા હતા. આ ટ્રેનમાં આગ લગાવીને 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ફારૂખને પંચમહાલ જિલ્લાના કલોક ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. ગોધરા આ જીલ્લામાં આવેલ છે. આ મામલે એટીએસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવશે.

You might also like